Gujarat Budget 2024: ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધુ જોગવાઈ ધરાવતું આ બજેટ હશે
Gujarat Budget 2024: ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં બજેટ રજૂ કરતા પહેલા જણાવ્યું હતું કે, આ વર્ષના બજેટમાં ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધુ જોગવાઈ હશે. તે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને અનુરૂપ હશે.
નાણામંત્રી કનુભાઇ દેસાઇ આજે રાજ્ય વિધાનસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટે રાજ્યનું બજેટ રજૂ કરશે.

ગુજરાત વિધાનસભા સંકુલમાં પહોંચ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા સમયે નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસિત ભારત @2047 બનાવવાનો સંકલ્પ લીધો છે. તેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે વિકસિત ગુજરાત 2047 માટે રોડમેપ તૈયાર કર્યો છે.
નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, આ રોડમેપ મુજબ અમે ગરીબો, મહિલા સશક્તિકરણ, ખેડૂતો અને યુવાનોને પ્રાથમિકતા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ બજેટ તૈયાર કર્યું છે. આ બજેટમાં ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધુ જોગવાઈ હશે.
#WATCH | Gandhinagar: Kanu Desai, Gujarat Finance Minister says, "Road map of Viksit Gujarat 2047 has been prepared under the PM Modi's Viksit Bharat 2047 Sankalpana. According to that roadmap, we have prepared this budget. This budget has given priority to the poor, women… pic.twitter.com/D3i3S6upMJ
— ANI (@ANI) February 2, 2024












Click it and Unblock the Notifications
