Gujarat budget 2024: ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9228 કરોડની જોગવાઈ
Gujarat budget 2024: આજે ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9228 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરનાર ઉદ્યોગ ક્ષેત્ર ઉત્તરોત્તર પ્રગતિ કરે, તે સરકારનો ધ્યેય છે.
રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના જૂના ક્ષેત્રો સાથે નવીન તકનીકી ક્ષેત્રો પણ વિકાસ પામી રહ્યાં છે. એડવાન્સક મેન્યુફેકચરિંગ, ડિજિટલ ટેકનોલોજી, ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્સ, એરક્રાફટ મેન્યુફેકચરિંગ જેવા ક્ષેત્રોમાં વૈવિધ્યસભર ઔદ્યોગિકીકરણ દ્વારા આર્થિક સમૃદ્ધિનું સર્જન કરવા સરકાર સતત આગળ વધી રહી છે.

ન્યુએજ ઇન્ડ્રવસ્ટીઝ થકી ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહિત કરી આત્મનિર્ભર ભારત બનાવવા સરળ નીતિઓ, નાણાકીય પ્રોત્સાહન અને કાયદાકીય મંજૂરીઓમાં સરળતા માટે અમારી સરકાર દ્વારા પગલાં લેવામાં આવશે. સ્પેસ સેક્ટરને લગતી અર્થવ્યવસ્થાના વિકાસ માટે ખોરજ, અમદાવાદ ખાતે તબક્કાવાર Manufacturing Hub બનાવવામાં આવશે.
ટેક્સટાઈલ નીતિ હેઠળ ટેક્સટાઈલ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે 1600 કરોડની જોગવાઈ.
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને આત્મનિર્ભર ગુજરાત નીતિ અંતર્ગત પ્રોત્સાહન માટે 1550 કરોડની જોગવાઈ.
મોટા કદના ઉદ્યોગોને પ્રોત્સાહન માટે 1145 કરોડની જોગવાઈ.
ઔદ્યોગિક વસાહતોના ટ્રીટેડ વેસ્ટ વોટરનો નિકાલ કરવા અને માળખાકીય સગવડોનો વિકાસ કરી ડીપ-સી પાઇપલાઇનો નાખવા માટે 440 કરોડની જોગવાઇ.
સ્ટાર્ટઅપની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા યોજનાકીય કામગીરી માટે 120 કરોડની જોગવાઈ.
લોજિસ્ટીક ખર્ચ ઘટાડવા ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ, રફાળેશ્વર અને જૂના બેડી પોર્ટ ખાતે વિકસિત કરવા 100 કરોડની જોગવાઈ.
GIDC વસાહતોના સુદ્રઢીકરણ માટે તેમજ પ્લગ એન્ડ પ્લે સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક જેવા કે બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઈસીસ પાર્ક, ઈમિટેશન જ્વેલરી પાર્ક વિકસાવવા માટે 136 કરોડની જોગવાઈ.
લોજિસ્ટીક ફેસિલિટીમાં વધારો કરવા ઔદ્યોગિક અને આંતરિક માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા 25 કરોડની જોગવાઈ.
સરક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન આપવા, ઔદ્યોગિક પ્રદૂષિત પાણીને રિસાયકલ કરવા, કોમન સ્પ્રે ડ્રાઈંગ સિસ્ટમ ઊભી કરવા તેમજ હવા-પાણીના પ્રદૂષણ માટેની મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવા માટે 90 કરોડની જોગવાઈ.
ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયોન ખાતે વિવિધ આંતરમાળખાકીય કામો ઉપરાંત સામાજિક સવલતો ઉભી કરવા માટે 62 કરોડની જોગવાઈ.
ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર એમ.એસ.ઈ. યોજના અંતર્ગત યુવા તથા મહિલા ઉદ્યોગસાહસિકો તેમજ MSME ને કોલેરેટરલ ફ્રી લોન આપવા માટે કોર્પસ ફંડ ઉભુ કરવા 25 કરોડની જોગવાઈ.
નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સુવિધા આપવા અને સિન્થેટીક ડાયમંડના વિકાસ માટે સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા 7 કરોડની જોગવાઈ.
કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ
One District One Product (ODOP) સહાય યોજના અંતર્ગત કારીગરોના સર્વાંગી વિકાસ માટેનું આયોજન.
પીએમ વિશ્વકર્મા યોજના સાથે સમરૂપતા જાળવવા અને માનવ કલ્યાણ/ગરિમા યોજનાને વધુ અસરકારક બનાવવાનું આયોજન.
શ્રી વાજપાયી બેંકેબલ યોજના અન્વયે 42 હજાર લાભાર્થીઓ માટે ધિરાણ અને સબસીડી સહાય આપવા 262 કરોડની જોગવાઇ.
માનવ કલ્યાણ યોજના અન્વયે વિવિધ ટ્રેડ માટે અંદાજિત 35 હજાર લાભાર્થીઓ માટે 53 કરોડની જોગવાઇ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
