Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat budget 2024: ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8423 કરોડની જોગવાઇ

Gujarat budget 2024: આજે ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8423 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ઊર્જા સામાજિક અને આર્થિક વિકાસ માટે પાયાનું તત્વ છે. ગુજરાતનો પ્રતિ વ્યક્તિ/વર્ષ વીજ વપરાશ 2402 યુનિટ છે, જે દેશના સરેરાશ પ્રતિ વ્યક્તિ/વર્ષ વીજ વપરાશથી લગભગ બમણો છે. ઉત્તરોત્તર વધતી જતી વીજમાંગને પહોંચી વળવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા ગુજરાતે ગ્રીન ઊર્જાનું ઉત્પાદન અને વપરાશ વધારવા માટે સરકારે અનેક નીતિગત નિર્ણયો કર્યા છે, તેનાથી રાજ્યની ઊર્જા સુરક્ષા જળવાશે.

વર્ષ 2023 સુધીમાં રાજયમાં કુલ વીજ પુરવઠાનો 50 ટકા હિસ્સો રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતમાંથી મેળવવાનું આયોજન કરવામાં આવેલ છે. ઊર્જા ઉત્પાદન સાથે ટ્રાન્સ્મિશન અને વિતરણ વ્યવસ્થાના સુદ્રઢીકરણ સાથે સ્માર્ટમીટરની વ્યવસ્થા રાજ્યમાં અમલી બનાવવામાં આવશે.

Gujarat budget 2024

ખેડૂતોને દિવસે વિજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 1570 કરોડની જોગવાઇ.

રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે 1285 કરોડની જોગવાઇ.

આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે 1017કરોડની જોગવાઇ.

સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશનો સ્થાપવા માટે 380 કરોડની જોગવાઇ.

મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા વનબંધુ કલ્યાણ યોજના 2 હેઠળ 253 કરોડની જોગવાઇ.

પીએમ કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ પૂરા પાડવા માટે 152 કરોડની જોગવાઇ.

ખેતીવાડી ફીડરોના હયાત જૂના જર્જરીત વીજ વાયરો/કંડક્ટર તથા તેને આનુષાંગિક સાધન સામગ્રી બદલી ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવા 130 કરોડની જોગવાઇ.

હયાત ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે 100 કરોડની જોગવાઇ.
રસ્તાઓના વિસ્તૃતિકરણ અથવા રસ્તાઓ પર અડચણરૂપ હયાત ટ્રાન્સેમિશન લાઇન અને સંલગ્ન વીજ માળખાનું શિફટીંગ/રિપ્લેસમેન્ટ કરવા માટે 95 કરોડની જોગવાઇ.

એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ અને ગ્રીડ કનેક્ટેડ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપવા માટે 65 કરોડની જોગવાઈ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X