Gujarat budget 2024: મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડની જોગવાઇ
Gujarat budget 2024: આજે ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મહિલાઓને આર્થિક ઉત્કર્ષ સાથે સામાજિક સુરક્ષાનું વાતાવરણ પૂરું પાડવા માટે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા અને આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે.
કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ઘરેલું હિંસા તેમજ જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ માટે કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવા રાજ્યમાં 65 સેન્ટર કાર્યરત છે. આ યોજનાની ઉપયોગિતા અને અસરકારકતા જોતાં 15 નવા સેન્ટમર શરૂ કરવામાં આવશે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે 2363 કરોડની જોગવાઇ.
પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 878 કરોડની જોગવાઇ.
પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રાશન માટે 344 કરોડની જોગવાઈ.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રીમાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લીટર ખાદ્યતેલ આપવામાં આવે છે. જેના માટે 322 કરોડની જોગવાઇ.
વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે 252 કરોડની જોગવાઇ.
આંગણવાડી 2.0 યોજના અંતર્ગત આંગણવાડીઓના માળખાકીય વિકાસ માટે 1800 કરોડના ખર્ચે અમલી બનનાર યોજના માટે 200 કરોડની જોગવાઇ.
આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફલેવર્ડ ફોર્ટીફાઇટ દૂધ આપવા માટે 132 કરોડની જોગવાઇ.
પોષણ સુધા યોજના હેઠળ 106 આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે 129 કરોડની જોગવાઇ.
સુરત ખાતે આવેલ નારી સંરક્ષણ કેન્દ્રના અદ્યતન અને નવીન સુવિધાઓ યુક્ત નવા મકાનના બાંધકામ માટે 16 કરોડની જોગવાઈ.
પોષણની સ્થિતિનું મૂલ્યાંકન અને દેખરેખ રાખવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ વૃદ્ધિ મોનિટરીંગ ઉપકરણોની ખરીદી કરવા માટે 14 કરોડની જોગવાઇ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
