Gujarat budget 2024: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 20100 કરોડની જોગવાઇ
Gujarat budget 2024: આજે ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 20100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સર્વે સન્તુ નિરામયા:ની ભાવના સાથે અમારી સરકાર લોકોના તંદુરસ્ત અને ગુણવત્તાસભર જીવન માટે કટિબદ્ધ છે. અમારી સરકારે આરોગ્ય ક્ષેત્રે માળખાકીય સગવડો સુદ્રઢ કરવા ઉપર ભાર મૂકેલ છે. પ્રાથમિક આરોગ્યથી માંડી સ્પેશિયાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા તથા ચેપી અને જીવનશૈલીના કારણે થતાં રોગોના સામે લોકોને આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ છે.

માતૃ અને બાળ કલ્યાણ ઉપર આગામી વર્ષના બજેટમાં વધુ ભાર મૂકી તેમના આરોગ્ય અને પોષણ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવેલ છે.
વિવિધ યોજનાઓ દ્વારા ગુજરાતના લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ કરવા ચાલુ વર્ષના 15181 કરોડના બજેટમાં 32.40નો નોંધપાત્ર વધારો કરી આગામી વર્ષ માટે 20100 કરોડની જોગવાઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે સૂચવું છું.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એમ્પેનલ થયેલ 2531 ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 10 લાખ સુધીની કેશલેસ સારવાર આપવા માટે 3110 કરોડની જોગવાઇ.
મેડીકલ કોલેજો અને હોસ્પિટલ સાથે ત્રિ-સ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અને સાધનો સહિત સુવિધાઓ સુદ્રઢ કરવા માટે 2308 કરોડની જોગવાઇ.
G.M.E.R.S. સંચાલિત મેડીકલ હોસ્પિટલોના બાંધકામ, રખરખાવ અને સંચાલન માટે 1000 કરોડની જોગવાઇ.
આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ 4200 કરોડના ખર્ચે શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત 350 કરોડની જોગવાઈ.
સરકારી મેડીકલ કોલેજો અને તેની સંલગ્ન હોસ્પિટલ્સ, એમ. એન્ડ જે. ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી, અમદાવાદ તેમજ સ્પાઇન ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદમાં નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે 100 કરોડની જોગવાઇ.
એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે ૧૦૮ ઇમરજન્સી સેવા હેઠળ ૩૧૯ નવી એમ્બ્યુલન્સ માટે 76 કરોડની જોગવાઇ.
યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે તબીબી સાધનો ખરીદવા અને માળખાકીય સગવડ માટે 60 કરોડની જોગવાઇ.
માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે હેતુસર હાઈરિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસૂતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરી સારવાર આપવા તેઓને 15 હજાર તેમજ આશા બહેનોને 3 હજારની પ્રસૂતિદીઠ પ્રોત્સાહન રકમ આપવા અંગેની નવી યોજના દાખલ કરવાનું સરકારે નક્કી કરેલ છે. જેના માટે 53 કરોડની જોગવાઈ.
ગાંધીનગર, રાજકોટ અને સુરત ખાતે સઘન કાર્ડિયાક સારવાર મળી રહે તે માટે યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદના સહયોગથી કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવા માટે 40 કરોડની જોગવાઇ.
મેડીસિટી, અમદાવાદ ખાતે ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટીટ્યુટ અને પેરાપ્લેજીયા હોસ્પિટલના વિસ્તૃતિકરણ અને મુક-બધીર દિવ્યાંગો માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના અર્થે 10 કરોડની જોગવાઇ.
અમદાવાદ જિલ્લામાં બાવળા નજીક તથા સુરત જિલ્લાના કામરેજ નજીક ૩૦૦ બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા સરકારે નિર્ણય કરેલ છે. જેના માટે આગામી વર્ષ માટે 10 કરોડની જોગવાઇ.
આયુષ સેવાઓ અદ્યતન બનાવવા આર્યુવેદિક કોલેજ અને હોસ્પિટલ, કોલવડાને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવશે. આયુષ હેઠળના દવાખાનાઓ માટે કુલ 482 કરોડની જોગવાઇ.
કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ 15 લાખથી વધુ કામદારોના પરિવારોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે 221 કરોડની જોગવાઇ.
ખોરાક અને ઔષધ નિયમન પ્રભાગ માટે સુરત ખાતે નવી જિલ્લા કચેરી સાથે કુલ 87 કરોડની જોગવાઇ.
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ 2711 કરોડની જોગવાઇ
પાત્રતા ધરાવતાં કુટુંબોને અન્ન સલામતી સાથે પોષણક્ષમ આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્યસામગ્રી આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા રાજયના 72 લાખ કુટુંબોને છેલ્લાં ચાર વર્ષમાં 68 લાખ મેટ્રીક ટન અનાજ વિનામૂલ્યે પૂરૂ પાડી સરકારે ભગીરથ કાર્ય કરેલ છે. કેન્દ્રા સરકારે આ યોજનાને જાન્યુઆરી 2024 થી વધુ પાંચ વર્ષ માટે લંબાવેલ છે.
NFSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે 767કરોડની જોગવાઇ.
નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ 2013 હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે 72 લાખ કુટુંબોને NFSA હેઠળ આવરી અનાજ પૂરુ પાડવા માટે 675 કરોડની જોગવાઇ.
પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના તથા રાજ્ય સરકારની પીએનજી /એલપીજી સહાય યોજનાના અંદાજે 38 લાખથી વધુ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં બે વખત વિનામૂલ્યે ગેસ સિલીન્ડર રિફીલિંગ કરી આપવા 500 કરોડની જોગવાઇ.
NFSA લાભાર્થી કુટુંબોને ખાદ્યતેલ રાહત દરે આપવા માટે 160 કરોડની જોગવાઇ.
સૂક્ષ્મ પોષકતત્વો યુકત ડબલ ફોર્ટિફાઇડ મીઠા(આયર્ન+આયોડીનયુકત) ના વિતરણ માટે 51 રોડની જોગવાઇ.
શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી/જુવાર/રાગી (નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત 300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા 37 કરોડની જોગવાઇ.
નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ/આધુનિકીકરણની કામગીરી માટે 25 કરોડની જોગવાઇ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
