Gujarat Budget 2022 : અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 1526 કરોડની જોગવાઈ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું પહેલું વિધાનસભા બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થઇ ગયું છે. 3 માર્ચના રોજ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્તમાન રાજ્ય સરકારનું પહેલું અને અંતિમ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું છે.
Gujarat Budget 2022 : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું પહેલું વિધાનસભા બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થઇ ગયું છે. 3 માર્ચના રોજ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્તમાન રાજ્ય સરકારનું પહેલું અને અંતિમ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું છે. જેમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 1526 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટેની જોગવાઈ
રાજ્યના દરેક કુટુંબની અન્ન સલામતી સુનિશ્ચિત કરવી અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલ 70 લાખ કુટુંબોને રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્ય વસ્તુઓ પૂરી પાડવી એ અમારી સરકારની પ્રાથમિકતા છે. કોરોનાની ગંભીર મહામારીથી ઉત્પન્ન થયેલી આકરી પરિસ્થિતિમાં માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના થકી રાજ્યના તમામ એનએફએસએ લાભાર્થી કુટુંબોને વધુ 28 લાખ ટન અનાજ વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય સરકારે કર્યુ છે.
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, દરેક કુટુંબ દ્વારા ઉપાડવામાં આવેલી જથ્થાની વિગતો માય રેશન મોબાઇલ એપ દ્વારા ઓનલાઇન કરી ડિજિટાઇઝેશનના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થામાં સરળતા અને પારદર્શિતા લાવવાનો પ્રયત્ન રાજ્ય સરકારે કરેલી છે. આ પ્રક્રિયાને વધુ વેગ આપી રાજ્યની તમામ વાજબી ભાવની દુકાનોમાં ઇલેકટ્રોનિક વજનકાંટા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ વિભાગની જોગવાઇમાં 24 ટકા જેટલો માતબર વધારો, હું ગૃહ સમક્ષ રજૂ કરું છું.
- જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એનએફએસએ કુટુંબોને અન્ન વિતરણ કરવા જોગવાઇ 621 કરોડ.
- જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એનએફએસએ હેઠળ નોંધાયેલ કુટુંબોના ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા તુવેરદાળ વિતરણ કરવાની યોજના સરકારે શરૂ કરેલી છે.
- તુવેરદાળ ઉપર પ્રતિ કિલો 20 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. જેના કારણે બજારભાવમાં થતા વધારાને કારણે લાભાર્થીને મળનાર ભાવમાં ફેરફાર જોવા
- મળતો હતો. સબસીડીની રકમ 40 રૂપિયાથી વધુ કરી આ યોજના હેઠળ રૂપિયા ૫૦ પ્રતિ કિલોના ફિકસ ભાવે તુવેરદાળ પૂરી પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
- વધારાની સબસીડી સાથે આ યોજના માટે જોગવાઇ 225 કરોડ.
- જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એનએફએસએ કુટુંબોને ખાદ્યતેલ વિતરણ કરવા માટે જોગવાઇ 98 કરોડ.
- તંદુરસ્તી માટે સૂક્ષ્મ પોષક તત્ત્વોનો સમાવેશ રોજિંદા ભોજનમાં થાય તે જરૂરી છે. રાજ્યમાં હાલમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સીંગલ ફોર્ટીફાઇડ આયોડીનયુકત મીઠું
- આપવામાં આવે છે. હવે આયોડીન ઉપરાંત આયર્ન ફોર્ટીફિકેશન કરવામાં આવેલ ડબલ ફોર્ટીફાઈડ મીઠું તમામ 70 લાખ એનએફએસએ કુટુંબોને દર માસે ફકત રૂપિયા 1
- પ્રતિ કિલોના ભાવે આપવામાં આવશે, જે માટે જોગવાઈ 75 કરોડ.
- 50 વિકાસશીલ તાલુકામાં આવેલ એનએફએસએ લાભાર્થીઓના ભોજનમાં કઠોળનો વપરાશ વધારવા માટે દર માસે કુટુંબદીઠ તુવેરદાળ ઉપરાંત એક કિલો ચણાનું
- વિતરણ 30 પ્રતિ કિલોના ફિક્સ ભાવે કરવા માટે જોગવાઈ 50 કરોડ.
- ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિઓ માટે જોગવાઇ 21 કરોડ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
