ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, આતંકી ગતિવિધિમાં સામેલ ચાર બાંગ્લાદેશી પકડાયા
ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત પોલીસની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ અમદાવાદમાં આતંકવાદી સંગઠન અલ-કાયદાના સક્રિય સેલનો પર્દાફાશ કર્યો છે.
ગુજરાત ATSના નાયબ પોલીસ મહાનિરીક્ષક દીપન ભદ્રને જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે ગુજરાતમાં ચાર બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે રહે છે અને તેમની કડી આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલી છે.

તેcણે જણાવ્યું કે ચાર બાંગ્લાદેશી નાગરિકો ગુજરાતમાં રહેતા લોકોને અલ-કાયદામાં જોડાવા માટે પ્રેરિત કરતા હતા. આતંકવાદી સંગઠન માટે ફંડ પણ જમા કરવામાં આવી રહ્યુ હતુ.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓની ઓળખ મોહમ્મદ સોજીબમિયા, મુન્ના ખાલિદ અંસારી, અઝરુલ ઈસ્લામ અંસારી અને અબ્દુલ લતીફ તરીકે થઈ છે. ગુજરાત એટીએસના ડીઆઈજી દીપન ભદ્રને જણાવ્યુ કે, પોલીસને તપાસ દરમિયાન ઘણી મહત્વની કડીઓ પણ મળી છે.
તેમણે કહ્યું કે તપાસ દરમિયાન એટીએસને ઘણા નકલી દસ્તાવેજો, વાંધાજનક સાહિત્ય મળ્યું. આ સિવાય ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ પણ મળી આવી છે. ચારેય વિરુદ્ધ કાયદાની કડક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ડીઆઈજીએ માહિતી આપી હતી કે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) અને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 38, 39 અને 40 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
એટીએસના જણાવ્યા અનુસાર ચાર બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હોવાની માહિતી મળી હતી. અલ-કાયદા સાથે સંકળાયેલા હોવા ઉપરાંત, દિલ્હી થઈને અમદાવાદ પહોંચેલા આ લોકોએ ડાર્ક વેબ અને VPN અને એન્ક્રિપ્શનને ડીકોડિંગ જેવી ઘણી જરૂરી ટેકનિકલ તાલીમ પણ મેળવી છે.
તપાસ દરમિયાન મોહમ્મદ સોદેબ મિયાંનુ પૂરુ નામ મોહમ્મદ સોદેબ મિયાં અહેમદ અલી છે, જે એક ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો. બાકીના ત્રણ માણસો - આકાશ, મુન્ના અને અબ્દુલ લતીફ - શરીફુલ ઇસ્લામ નામ દ્વારા બાંગ્લાદેશમાં અલ-કાયદાના હેન્ડલર સાથે જોડાયેલા હતા.
આકાશ ખાનની અસલી ઓળખ અંસારુલ ઈસ્લામ અંસારી તરીકે સામે આવી છે જ્યારે મુન્નાની ઓળખ મુન્ના ખાલિદ અંસારી તરીકે થઈ છે. એટીએસના જણાવ્યા અનુસાર ચાર લોકોનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ આવ્યા પછી, તેમનો ઉદ્દેશ્ય લોકોને કટ્ટરપંથી બનાવવા અને તેમને બાંગ્લાદેશ મોકલવા માટે ભંડોળ એકત્ર કરવાનો હતો. ઘણી વખત પૈસા પણ મોકલવામાં આવ્યા હતા. પોલીસ અને સુરક્ષા એજન્સીઓને ડોઝ કરવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.
ત્રણેય અમદાવાદમાં સાથે રહેતા હતા. સહાનુભૂતિ ધરાવતા લોકો પાસેથી ભંડોળ એકત્ર કર્યુ અને અનેક પ્રસંગોએ તેમને અમદાવાદ મોકલ્યા. હિજરત, શહાદત જેવી બાબતો પર આધારિત જેહાદી સાહિત્ય પણ તેમને આપવામાં આવ્યુ હતુ. અબ્દુલ લતીફ અને મોમિનુલ અંસારી થોડા દિવસો પહેલા ગેરકાયદેસર રીતે ભારત (અમદાવાદ) આવ્યા હતા.
સર્ચ દરમિયાન આધાર અને પાન કાર્ડ સહિત આતંકવાદી સાહિત્ય પણ મળી આવ્યુ છે. પ્રતિબંધિત સંગઠન માટે કામ કરતા ચાર બાંગ્લાદેશી નાગરિકો ડુપ્લીકેટ આઈડી પર અમદાવાદના ઓઢવ અને નારોલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા.
Fake documents and incriminating literature were recovered. A case has been registered against the four under Sections 38, 39 and 40 of UAPA and IPC: Gujarat ATS DIG Deepan Bhadran (22.05)
— ANI (@ANI) May 22, 2023
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
