Gujarat Budget 2026: ખેડૂતો અને પશુપાલકો માટે સહાયનો ધોધ, કૃષિ પેકેજ માટે કરોડોની જોગવાઈ
Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ આજે વર્ષ 2026-27 માટે ₹4,08,053 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. 'વિકસિત ગુજરાત'ના રોડમેપ સમાન આ બજેટમાં 'જગતના તાત' એવા ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધિ માટે સરકારે તિજોરી ખોલી દીધી છે. કુદરતી આફતો સામે રક્ષણથી લઈને આધુનિક ખેતી સુધીની તમામ જરૂરિયાતોને આ બજેટમાં આવરી લેવામાં આવી છે.

ખેડૂતો માટે રાહતનો પિટારો
કુદરતી આફતો વખતે ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર રાખવા સરકારે મહત્વના નિર્ણયો લીધા છે:
- ₹11,000 કરોડનું પેકેજ: પૂર અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે 33 લાખથી વધુ ખેડૂતોને મદદ પહોંચાડવા માટે આ માતબર રકમની જોગવાઈ કરાઈ છે.
- ટેકાના ભાવે ખરીદી: મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકો માટે ₹18,000 કરોડના ખર્ચે ખરીદી પ્રક્રિયા તેજ કરી 9.50 લાખ ખેડૂતોને આર્થિક સુરક્ષા અપાઈ છે.
આધુનિક ખેતી અને યાંત્રિકીકરણ
ખેતીમાં શારીરિક શ્રમ ઘટાડવા અને ઉત્પાદકતા વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે:
- કૃષિ યાંત્રિકીકરણ: ટ્રેક્ટર, હાર્વેસ્ટર અને સીડડ્રીલ જેવા સાધનોની ખરીદીમાં સહાય આપવા માટે ₹1,565 કરોડ ફાળવાયા છે.
- સેન્ટર ઓફ એક્સલન્સ: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને નવા એગ્રો-પ્રોસેસિંગ યુનિટ્સ માટે વિવિધ કેન્દ્રો સ્થાપવા ₹51 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
- સિંચાઈ અને જળ સંચય: સુકા પ્રદેશો બનશે હરિયાળા
રાજ્યના છેવાડાના ખેતર સુધી પાણી પહોંચાડવા માટે સરકારે સિંચાઈ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપી છે:
યોજનાનું નામ, ફાળવેલ બજેટ (કરોડમાં)
- કચ્છ સિંચાઈ યોજના | ₹1,333 કરોડ
- સુજલામ સુફલામ યોજના | ₹1,237 કરોડ
- નળકાંઠા સિંચાઈ (બીજો તબક્કો) | ₹958 કરોડ
- સૌની યોજના (SAUNI) | ₹473 કરોડ
પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ
પશુપાલકો અને માછીમારોની આવક બમણી કરવા માટે બજેટમાં ખાસ જોગવાઈઓ છે:
- ગૌ માતા પોષણ યોજના: ગૌશાળાઓના નિભાવ અને ગૌવંશ સંરક્ષણ માટે ₹500 કરોડની ફાળવણી.
- મત્સ્ય ઉદ્યોગ: એક્સપોર્ટ અને સ્ટોરેજ સુવિધાઓ માટે ₹1,340 કરોડ.
- KCC વ્યાજ સહાય: કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને સમયસર લોન ભરપાઈ કરવા માટે ₹1,539 કરોડની વ્યાજ સહાય.
- બાયો CNG પ્લાન્ટ: પશુપાલકોની વધારાની આવક માટે રાજ્યના 4 ઝોનમાં બાયો CNG પ્લાન્ટ સ્થપાશે.
મુખ્યમંત્રીનું વિઝન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ બજેટ "વાવણીથી વેચાણ સુધી" ખેડૂતોની સાથે રહીને છેવાડાના માનવીને આર્થિક રીતે મજબૂત બનાવશે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
