ગુજરાતઃ રાજ્યના 5 જિલ્લામાં બનશે 8 નવી ઓદ્યોગિક વસાહત, થશે 'મૉડલ એસ્ટેટ'નુ નિર્માણ
રાજ્ય સરકારે શુક્રવારે ગુજરાત ઓદ્યોગિક વિકાસ નિગમ(GIDC)હેઠળ 5 જિલ્લાઓમાં મલ્ટી સ્ટોરેટ શેડ સાથે આઠ નવા ઔદ્યોગિક એસ્ટેટ સ્થાપિત કરવાની ઘોષણા કરી.
ગાંધીનગરઃ રાજ્ય સરકારે શુક્રવારે ગુજરાત ઓદ્યોગિક વિકાસ નિગમ(GIDC)હેઠળ 5 જિલ્લાઓમાં મલ્ટી સ્ટોરેટ શેડ સાથે આઠ નવા ઔદ્યોગિક એસ્ટેટ સ્થાપિત કરવાની ઘોષણા કરી. સીએમ રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી પાટણના ચારુપ ખાતે GIDCના 264 પ્લોટની કૉમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો થકી ફાળવણી કરી. સીએમ રૂપાણીએ જણાવ્યુ કે રાજ્યના 5 જિલ્લામાં 987 હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપિત કરવામાં આવશે.

આ 8 વસાહતોમાં મોરબી ખાતે આશરે 500 હેસ્ટર વિસ્તારમાં બનનાર નવી વસાહતમાં તમામ અદ્યતન માળખાગત તેમજ આનુસાંગિક સુવિધાઓથી સજજ એક મૉડલ એસ્ટેટ બનશે. આ નવી વસાહતોથી MSME સેક્ટરને 500થી 2 હજાર ચોરસ મીટરના 2570 પ્લોટ અને મોટા ઉદ્યોગને 10 હજારથી 50 હજાર ચોરસ મીટરના 337 પ્લોટ ઉપલબ્ધ થશે.
આ નવી GIDCવસાહતોથી જલોત્રા-બનાસકાંઠાનો માર્બલ કટીંગ-પોલીશીંગ ઉદ્યોગ, શેખપાટ-જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીના સિરામિક ઉદ્યોગ, કડજોગરા-ગાંધીનગરનો ફૂડ-એગ્રો ઉદ્યોગ, પાટણનો ઑટો એંસિલરી ઉદ્યોગ, નાગલપર-રાજકોટને મેડિકલ ડિવાઈસ ઉદ્યોગ તથા આણંદ અને મહીસાગર ઈજનેરી ઉદ્યોગોને લાભ મળશે. નવી જીઆઈડીસી વસાહતોથી રૂ.1223 કરોડનુ મૂડી રોકાણ અને 20 હજાર નવી રોજગારીના આ નવીન પ્રકલ્પો ભવિષ્યમાં પૂરી પાડવામાં આવશે.
આ પ્રસંગે સીએમ રૂપાણીએ જણાવ્યુ કે સરકારે એમએસએમઈને વેગ મળે એ હેતુથી રાજ્યની વર્તમાન 9 ઔદ્યોગિક વસાહતોમાં મલ્ટી શેડ્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના પાંચ જિલ્લા વલસાડ, સુરત, ભરુચ, વડોદરા અને અમદાવાદમાં 360 નવા બહુમાણી શેડ નિર્માણ પામશે. જેથી લગભગ 100 કરોડ રુપિયાનુ મૂડી રોકાણ અને 1 હજાર નવી રોજગારી સંભવ બનશે. તેમણે વધુમાં ઉમેર્યુ કે દહેજ, સાયખા, અંકલેશ્વર, હાલોલ, સાણંદ, વાપી અને લોધિકાની વર્તમાન વસાહતોને પણ તમામ મૂળભૂત અને હાઈટેક સુવિધાઓ સાથે વિકસાવી મૉડલ એસ્ટેટ બનાવવાનુ આયોજન છે. ગુજરાત રાજ્યની સ્થાપના વખતે રાજ્યમાં માત્ર 6 હજાર MSME યુનિટ હતા. છેલ્લા બે દાયકા બાદ આજે રાજ્યમાં 35 લાખ એમએસએમઈ યુનિટ કાર્યરત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
