બનાસકાંઠાના ખેડૂતો દીપ પ્રગટાવી મુક્તેશ્વર ડેમમાં પાણી આપવા આંદોલન કરશે
બનાસકાંઠાના ખેડૂતો દીપ પ્રગટાવી મુક્તેશ્વર ડેમમાં પાણી આપવા આંદોલન કરશે
બનાસકાંઠામાં પાણીની સમસ્યા હજુ પુર્ણ રીતે સંતોષાઇ નથી. પાણી માટે ક્યારેક થરાદમાં તો ક્યારેક વડગામ કે દાંતામાં આંદોલન કરવા પડી રહ્યા છે. ત્યારે, હવે વડગામ તાલુકાના ખેડૂતો સકારાત્મક રીતે ઘરે ઘરે દીવા પ્રગટાવી વિરોધ નોંધાવ્યો હતો. જળ આંદોલનમાં ભારતીય કિસાન સંઘ તેમજ જળ આંદોલન સમિતિ દ્વારા ખેડૂતોને દીવા પ્રગટાવવા અપીલ કરવામાં આવી હતી. વડગામ તાલુકાની જનતાએ દીપ પ્રગટાવી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા માંગણી કરી અને સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો.. આ માટે ઠેર ઠેર અને ઘરે ઘરે દીપ પ્રગટાવી સરકાર સામે આજે રાત્રે વિરોધ કરવામાં આવ્યો હતો. તાલુકાના 125 ગામના ખેડૂતો સહિત અન્ય ખેડૂતો પણ આ આંદોલનમાં જોડાયા હતા.

તાજેતરમાં મુક્તેશ્વર ડેમ તેમજ કરમાવાદ તળાવમાં પાણી નાખવાના મુદ્દે 20 હજારથી વધુ ખેડૂતોની મહા રેલી યોજવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે ખેડૂતોએ દીપ પ્રગટાવી પોતાની માંગણી રજૂ કરવા પ્રયત્ન કર્યો હતો. ગુરુ મહારાજના નામથી ઘરે ઘરે દીવા પ્રગટાવી સરકાર સામે આજે રાત્રે વિરોધ નોંધાવ્યો હતો.
આ આંદોલનમાં મુસ્લિમ સમાજના પણ ઘણા ખેડૂતો જોડાયા હતા. ત્યારે મુસ્લિમ સમાજના ખેડૂતો ઈબાદત કરે તેમજ નમાજ પઢી કુદરત પાસે પાણી જલ્દી નખાય તે માટે દુઆ કરવા પણ અપીલ કરી હતી. આજે રાત્રેએ ઘરે ઘરે દીવા પ્રગટાવી વિરોધ નોંધાવશે. જો પાણીની માંગ પૂરી નહી થાય તો આગામી સમયમાં 40 હજારથી વધુ મહિલાઓની મહારેલી યોજવા ખેડૂતો મક્કમ બન્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
