ખેડૂત સમાચાર : ઝટકા મશીન ખરીદવા ઈચ્છતા ખેડૂતો 9 સપ્ટેમ્બરથી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે
ખેતર ફરતે સોલર ફેન્સીંગ બનાવવા સોલર પાવર યુનિટ ઘટક માટે આઈ-ખેડૂત પોર્ટલ પર 9 ઓક્ટોબર સવારે ૧૦.૩૦ કલાકથી ખેડૂતો માટે ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે.
આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાનાં લક્ષ્યાંકની 110 મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઈન થાય તે મુજબ નક્કી થયું છે.

આ બાબતને ધ્યાને લઈને ખેડૂતો આ ઘટકોમાં લાભ મેળવવા માંગતા હોય તો સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે.
વધુ જાણકારી માટે તાલુકાના વિસ્તરણ અધિકારી ખેતી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે.
જણાવી દઈએ કે, ગુજરાત સરકાર દ્વારા તમામ ખેતીવાડી યોજનાઓની સબસીડી માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે છે. અહીં વહેલા તે પહેલાના ધોરણે સબસીડી મળે છે.












Click it and Unblock the Notifications
