સુરતમાં હિરાની પરખનું સેન્ટર સાર્થક નીવડશેઃ સૌરભભાઈ પટેલ
સુરત, 4 એપ્રિલ: નાણામંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે શુક્રવારે સુરત શહેરના કતારગામ વિસ્તારના ઇન્ડીયન ડાયમંડ ઈનસ્ટીયુટ ખાતે ડાયમંડ ડિટેક્શન એન્ડ રિસોર્સ સેન્ટરનું ઉદ્દઘાટન સંપન્ન થયું હતું.
આ પ્રસંગે ડાયમંડ ઈન્સ્ટીયુટને અભિનંદન આપતા મંત્રી જણાવ્યું હતું કે, કેટલાક લોકો રાતોરાત કરોડપતિ થવાના અભરખાને કારણે ડાયમંડ ઉદ્યોગને મોટુ નુકશાન કરી રહયા છે. તેવા સમયે હિરાની પરખનું સેન્ટર આ ઈન્સ્ટીયુટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જે ખરા અર્થમાં સાર્થક નીવડશે. વિપુલ રોજગારીની તકો પૂરો પાડતો આ બિઝનેસ વિશ્વાસ પર ટકેલો છે અને તેને કાયમ માટે જાળવી રાખવો એ સૌની જવાબદારી છે. આ ઉદ્યોગ વધારેમાં વધારે વિકસે તેના માટે રાજય સરકાર પણ પૂરતી સહાય કરવા હંમેશા તત્પર રહી છે.

ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીયુટ અને જેમ અને જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના સંયુકત નેજા હેઠળ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જે શરુ થવાથી લધુ અને મધ્યમ હીરાના કારખાનેદારો, હીરાનું ટ્રેડીગ કરતા વેપારીઓ, જવેલર્સોને કુદરતી હીરાના પાર્સલમાંથી સિન્થેટીક હીરાની સંભવિત ભેળસેળને અલગ કરવા, ઝડપી ટેસ્ટીગની સુવિધા કિફાયતી દરે પુરી પાડવાનો ઉપરાંત સિન્થેટીક ડાયમંડ વિશે ડાયમંડ ડ્રેડને સાચી ટેકનીકલ માહિતીથી માહિતગાર કરવાનો હેતુ રહેલો છે.
આ વેળાએ સ્વાગત પ્રવચન જે.જી.ઈ.પી.સી.ના પંકજ પારેખે જયારે આભારવિધિ ચંદ્રકાંત સંધવીએ આટોપી હતી.
આ પ્રસંગે શિક્ષણ રાજયમંત્રી નાનુભાઈ વાનાણી, ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, સુરત ડાયમંડ એસોસીયેશનના પ્રમુખ દિનેશભાઇ નાવડીયા, ઉદ્યોગ અગ્રણી ગોવિંદભાઈ ધોળકીયા, સેવતીલાલ શાહ તેમજ મોટી સંખ્યામાં ડાયમંડના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
