સુરતના કારેલાની દિલ્હીમાં ધૂમ માંગ

વાત છે સૂરત જિલ્લાના પલસાણા તાલુકાના ધામડોદ ગામની. એસ.વાય.બી.કોમ સુધી ભણેલા અતુલભાઈ પટેલ કહે છે કે, અમે પહેલા શેરડી જેવા પાકોનું વાવેતર કરતા હતા. પણ કઈંક નવીન પ્રકારની ખેતી કરવાની મનનાં ઉડાણમાં ઝંખના રહેતી. એક દિવસ ગામના જ ખેડૂતમિત્ર એવા મીતેશભાઈ પટેલે કહ્યું કે, ચાલને આપણે બન્ને કારેલાના મંડપ બનાવીએ? બન્ને મિત્રોએ સાથે મળીને પોતપોતાના ખેતરમાં કારેલાના મંડપ બનાવ્યો.
અતુલભાઈએ 16.12 પાકામંડપ બાધીને ચાર વિધા જમીનમાં ઓકટોબર-2012માં કારેલાનું વાવેતર કર્યું. પ્રથમ અમનશ્રી જાતના કારેલાના બીજ લાવીને નર્સરીમાં ટીસ્યુલ છોડો તૈયાર કરાવ્યાર. જેમાં છોડદીઠ બે થી અઢી રૂપીયાનો ખર્ચ આવ્યો. આ ઉપરાંત બાગાયત વિભાગની પાકા મંડપની યોજના અન્વ્યે રૂપિયા 80 હજારની સહાય પણ મંજુર થઈ.
અતુલભાઈ કહે છે કે, ખેડૂતોએ આજે નહી તો કાલે ડ્રીપ ઈરીગેશન પધ્ધાતિ અપનાવવી જ પડશે. મે પણ મારા ચાર વિધાના કારેલાના વાવેતરમાં ડ્રિપ ઈરીગેશન પધ્ધપતિ અપનાવી છે. જેના ફાયદા વર્ણવતા કહે છે કે, છોડને પુરતું પોષણ પણ મળે, નિદામણ ઓછું થાય છે અને મજુરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે.
કારેલાના છોડને રોપ્યા બાદ 50 દિવસ પછી કારેલા આવવાના શરૂ થઈ ગયા. અતુલભાઈ કહે છે કે, એપ્રિલ - 2013ના પ્રથમ સપ્તાહના અંત સુધીમાં 1200 થી 1300 મણ કારેલાનું ઉત્પાદન મેળવ્યું છે. ચારથી પાંચ દિવસે કારેલાનો ઉતારો લેવામાં આવે છે. જેમાં સરેરાશ 50 થી 55 મણ જેટલા કારેલાનો ઉતારો આવે છે. અત્યાર સુધીમાં 50 થી 60 હજાર દવાનો ખર્ચ થયો છે.
કારેલાના બજાર ભાવ અંગે વાત કરતા કહે છે કે, અમારા કારેલા સરદાર માર્કેટમાં જાય ત્યાંાથી સીધા ટ્રેન મારફતે દિલ્હીકની બજારોમાં જાય ત્યાં ધૂમ વેચાણ થાય છે. અહીના કારેલા પ્રમાણમાં મોટા અને દળદાળ હોવાથી દિલ્હી માં ભારે માંગ રહે છે. શરૂઆતમાં 300 થી 350 મણદીઠ ભાવ આવતો. જયારે હાલના એપ્રિલ મહિનામાં મણદીઠ રૂપિયા 400 થી 450 જેટલો ભાવ મળે છે.
હજુ મે-જુન માસ સુધીમાં કારેલા ઉતરશે જેમાં 1500 મણ કારેલા ઉતરવાનો અંદાજ છે.
આમ ખેડૂતની કુલ મળીને અંદાજે 8 લાખનું ઉત્પારદન મળશે. એટલે ચાર વિધાના કારેલાના વાવેતરમાં 8 લાખના ઉત્પાનદનની સામે અત્યાર સુધીમાં દવાઓ, મંજુરી પાછળ બે લાખનો ખર્ચ બાદ કરતા સાડા પાંચથી છ લાખનું વળતર મળ્યું એમ કહી શકાય.
અતુલભાઈ કહે છે પહેલા ખેડૂત પોતાની જાતે ખેડયા કરતો, પણ હવે, છેલ્લા કેટલા વર્ષોથી રાજ્યે સરકાર દ્વારા યોજાયેલા ‘કૃષિ મહોત્સહવ'ને કારણે અદ્યતન ખેતીનું માર્ગદર્શન સાથે સહાય એક આધાર બની જાય છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
