નારાયણ સાંઇની પત્નીએ કહ્યું આશ્રમમાં છોકરીઓ સાથે કરતો હતો અય્યાશી

પોતાના જ આશ્રમમાં સગીર યુવતીઓ સાથે દુષ્કર્મ કરવાના કેસમાં જેલમાં બંધ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇની મુશ્કેલીઓ હવે વધુ વધવાની છે. જી હા કારણ કે આસારામની વહું અને નારાયણ સાંઇની પત્નીએ બંનેને લઇને કેટલાક ગંભીર ખુલાસા કર્યા છે.

મહત્વપૂર્ણ છેકે આશ્રમમાં છોકરીઓ સાથે દુષ્કર્મ, મેલી વિદ્યા, ગેરકાયદે રીતે સંપતિ ઝડપી લેવી વગરે આરોપોસર નારાયણ સાંઇ અને આસારામ બંને જેલમાં બંધ છે. તેમને લઇને સમયાંતરે અનેક ખુલાસા થઇ રહી છે. ત્યારે હવે નારાયણ સાંઇની પત્નીએ કેટલાક ગંભર આરોપો આસારામ અને નારાયણ સાંઇ પર કર્યાં છે જેને લઇને ફરીયાદ પણ નોંધવવામાં આવી છે.

વધુ એક ફરિયાદ

વધુ એક ફરિયાદ

દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈ વિરૂદ્ધ તેની પત્ની જાનકી હરપાલાએ ફરિયાદ નોંધાવી છે. શનિવારે ઇંદોરના ખજરાના પોલીસ મથકમાં તેણે માનસિક, શારિરીક, અને આર્થિક રીતે હેરાનગતિના આરોપ લગાવ્યા છે. જાનકીએ બંને વિરૂદ્ધ ડોમેસ્ટીક વાયોલન્સનો કેસ પણ નોંધાવ્યો છે.

બીજા લગ્ન

બીજા લગ્ન

પોતાના પતિના પાપોના રહસ્યોને ખુલ્લા પાડતા જાનકીએ નારાયણ સાંઇ પર આરોપ લગાવ્યો છેકે પહેલી પત્ની હોવા છતા તેણે બીજા લગ્ન કર્યા હતા.

 આશ્રમમાં નારાયણ સાંઇ કરતો હતો અય્યાશી

આશ્રમમાં નારાયણ સાંઇ કરતો હતો અય્યાશી

નારાયણ સાંઇની પત્નીએ કહ્યું છેકે નારાયણ સાંઈ આશ્રમમાં છોકરીઓને લાલચ આપીને, વશીકરણ થકી, ડરાવી-ધમકાવીને તેમની સાથે અનૈતિક સંબંધ રાખતો હતો. જાનકીના કહેવા મુજબ નારાયણ સાંઇએ ઘણી વખત તેની સામે જ આશ્રમની યુવતીઓ સાથે સંબંધ બનાવ્યા હતા.

જાનથી મારી નાખવાની ધમકી

જાનથી મારી નાખવાની ધમકી

જો કોઈ એવા કૃત્યો અંગે બોલવાની કે વિરોધ કરવાની કોશિષ પણ કરતુ તો નારાયણ સાંઇ મોં બંધ રાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

ભક્તના લગ્ન, પણ મંગળસૂત્ર પોતે પહેરાવ્યું

ભક્તના લગ્ન, પણ મંગળસૂત્ર પોતે પહેરાવ્યું

વધુમાં જાનકીએ જણાવ્યું છે કે લંડનમાં રહેતા બીના પટેલના લગ્ન નારાયણ સાંઇના ભક્ત સાથે નક્કી થયા પરંતુ મંગળસૂત્ર નારાયણે પોતે જ પહેરાવ્યું અને સેંથામાં સિંદુર પણ તેણે જ પૂર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X