Gujarat Assembly Election 2022 : કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, જાણો કોણ કોણ આવશે ગુજરાત
Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચુંટણી 2022 માટે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.
Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચુંટણી 2022 માટે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીનું નામ સૌથી મોખરે રાખવામાં આવ્યું છે.
આ ઉપરાંત કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં શામેલ છે.

કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી
રાજસ્થાનમાં સત્તાધારી કોંગ્રેસનો અગ્રણી યુવા ચહેરો સચિન પાયલટ પણ ગુજરાતમાં પ્રચારનો ભાગ બનશે. આ સિવાય કોંગ્રેસે જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમારને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં શામેલ કર્યા છે. આ રીતે કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોના નામ યાદીમાં છે.

10 લાખ નોકરીઓ, 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું
- 300 યુનિટ મફત વીજળી આપશે. આ સાથે જૂના બિલ પણ માફ કરવામાં આવશે. ગુજરાતમાં 55 લાખ ખેડૂતો છે તે તમામને ખેડૂતોને 10 કલાક વીજળી મળશે
- બેરોજગારોને દર મહિને 3,000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે.
- આ ઉપરાંત સેનાની ભરતીની તૈયારી માટે સામ માંકેશ મિલિટરી એકેડમીની સ્થાપના કરવામાં આવશે.
- કૌશલ્ય વિકાસ માટે વિશ્વકર્મા હુનર નિર્માણ યોજના શરૂ કરવામાં આવશે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફ્રી એન્ડ્રોઈડ મોબાઈલ આપવામાં આવશે.
- ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે.
- દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર દૂધ પર 5 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.
- 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે.
- કેજી થી પીજી સુધી મફત શિક્ષણ ઉપરાંત છોકરીઓ માટે સરકારી નોકરીઓમાં 50 ટકા અનામત આપવામાં આવશે.
- સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ બંધ કરવામાં આવશે. જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત થશે. 20 લાખથી વધુ કર્મચારીઓ માટે આ એક મોટું વચન છે.
- તેમજ ગુજરાતના સરકારી વિભાગોમાં 10 વર્ષથી વધુ સમયથી કામ કરતા કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવાની ખાતરી આપી છે.












Click it and Unblock the Notifications
