મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોરબંદર કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની 155 મી જન્મ જયંતિએ પૂજય બાપુના જન્મ સ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પી હતી.
ગાંધીજીને પ્રિય એવી સ્વચ્છતા માટે સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છ ભારત મિશનનો સંદર્ભે મુખ્યમંત્રીએ કહ્યું કે, આઝાદીના 7 દાયકામાં સ્વચ્છતા માટે મહત્વનું કાર્ય જન ભાગીદારી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાતમાં સૌ એક કલાકના શ્રમદાનમાં ગાંધીજીની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ જોડાયા છે.
સ્વચ્છતા કોઈ એક દિવસનું કાર્ય નથી પરંતુ સૌની સામૂહિક જવાબદારી-સામાજિક દાયિત્વ છે તેમ જણાવીને કાયમી મંત્ર બનાવવા કહ્યું. સત્ય ,અહિંસા અને સત્યાગ્રહ નો માર્ગ ચિંધી સમગ્ર વિશ્વને પ્રેરણા આપનારા પૂજ્ય બાપુના વિચારોને આત્મસાત કરવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આહવાન કરતા કર્યુ.
મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીના પ્રાર્થના અંગેના વિચારોને આત્મસાત કરવા તેમજ પ્રાર્થનાથી આત્મ શુદ્ધિ થાય છે અને વિશ્વભરમાંથી પ્રવાસીઓ કીર્તિ મંદિર આવીને પ્રેરણા મેળવે છે તેમ પણ જણાવ્યું હતું.
સત્યાગ્રહના માર્ગે દેશની આઝાદી અને મહાત્મા ગાંધીના સ્વરાજ અને ખાદીના વિચારોને સાકાર કરવા આત્મનિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારત સંદર્ભમાં ખાદીને ગુજરાતમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજથી 31 ઓક્ટોબર સુધી ખાદીના વેચાણ પર 20 ટકા નું વળતર આપવામાં આવશે.
પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ ઉદબોધન કરતા જણાવ્યું કે, પૂજ્ય બાપુનું જીવન એ જ એમનો સંદેશો છે. પૂજ્ય બાપુના વિચારો અને સિધ્ધાંતો ભલે તે સમયના હોય પણ આજે પણ તે એટલા જ પ્રાસંગિક અને પ્રેરણાદાયી છે.
તેમણે કહ્યું કે, જાહેર સ્થળો સહિત સ્વચ્છ અને સુઘડ રહે તે માટે સ્વચ્છતા હી સેવા જન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગઈકાલે સૌએ એક કલાક શ્રમદાન કર્યું હતું. આપણે સૌ સ્વચ્છતા જાળવીયે તે જ બાપુને સાચી શ્રદ્ધાંજલિ છે. કીર્તિ મંદિરમાં નીરવ જોશી અને શિક્ષકોએ ભાવવંદના સંગીત સાથે પ્રસ્તુત કરી હતી.












Click it and Unblock the Notifications
