Gujarat News: 8 જિલ્લાની 127 વસાહતોને લાભ મળશે, 26 તાલુકાના લોકોને ફાયદો થશે
Gujarat News: ગુજરાત સરકારે સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સી હસ્તકની વસાહતોને તેમના મૂળ ગામોમાં ભેળવવા અને હસ્તાંતરણ કરવા માટેના નિયમોને આખરી ઓપ આપ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલે આ અંગેની કાર્યપદ્ધતિને મંજૂરી આપતાં, નર્મદા યોજનાના વિસ્થાપિતો માટે એક મોટો અને હકારાત્મક નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી રાજ્યના 8 જિલ્લાના 26 તાલુકાની કુલ 127 નર્મદા વસાહતોનો તેમના નજીકના સંબંધિત ગામો સાથે વિલિનીકરણનો માર્ગ મોકળો બન્યો છે. આ જિલ્લાઓમાં અમદાવાદ ગ્રામ્ય, વડોદરા, નર્મદા, ભરૂચ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર અને મહિસાગરનો સમાવેશ થાય છે.

ગ્રામ પંચાયતો સંભાળશે નાગરિક સુવિધાઓની જવાબદારી
રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા CM સમક્ષ રજૂ કરાયેલી આ કાર્યપદ્ધતિમાં સ્પષ્ટપણે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, આવી વસાહતોમાં ઉપલબ્ધ તમામ નાગરિક સુવિધાઓની જવાબદારી સંબંધિત ગ્રામ પંચાયતોની રહેશે. આમાં પીવાના પાણીના સ્ત્રોત, વસાહતને મુખ્ય માર્ગ સાથે જોડતા એપ્રોચ રોડ અને આંતરિક રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટની સુવિધાઓ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, તેમજ વસાહતોની જાહેર સુવિધાઓની મરામત અને નિભાવણીનો સમાવેશ થાય છે.
આ હસ્તાંતરણની કાર્યપદ્ધતિ રાજ્ય સરકાર દ્વારા નિયત થવાથી હવે આગામી આશરે બે મહિનામાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
નાગરિક સશક્તિકરણ અને વસાહતીઓને મળશે સર્વગ્રાહી લાભ
આ હસ્તાંતરણ પ્રક્રિયાથી વસાહતોમાં રહેતા તમામ કુટુંબોને ગ્રામ પંચાયત દ્વારા અપાતી સરકારની તમામ યોજનાઓનો નિયમોનુસાર સરળતાથી લાભ મળી શકશે. આનાથી વસાહતીઓ હવે ગ્રામ પંચાયતના સક્રિય નાગરિક બનશે, જેનાથી તેમના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો આવશે અને તેઓ આવશ્યક સુવિધાઓ સરળતાથી મેળવી શકશે.
CM ભૂપેન્દ્ર પટેલે આ નર્મદા વસાહતોને નજીકની ગ્રામ પંચાયતો સાથે ભેળવવા માટે અન્ય પણ કેટલીક બાબતો સુનિશ્ચિત કરી છે
- વસાહતોના વણફાળવાયેલા પ્લોટની માલિકી સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીની જ રહેશે.
- નર્મદા વસાહતોને લગતો તમામ રેકોર્ડ એજન્સીએ ગ્રામ પંચાયતને સોંપી દેવાનો રહેશે.
- વસાહતોમાં આવેલા શાળા, દવાખાના, આંગણવાડી જેવી સુવિધાઓ સંબંધિત વિભાગને સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીએ હસ્તાંતરણ કરવાની રહેશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
