ગર્લફ્રેન્ડ પ્રેગ્નેન્ટ ન થાય એટલે છોકરાએ ગુપ્તાંગમાં લગાવી ફેવિક્વિક, પછી શું થયુ?

એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. હા, તમને જાણીને આશ્ચર્ય થશે કે ગર્લફ્રેન્ડને ગર્ભાવસ્થાથી બચાવવા માટે, માણસે તેના ગુપ્તાંગને કોન્ડોમને બદલે ફેવિક્વિકથી સીલ કરી દીધા, પરિણામે તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

અમદાવાદ : ઘણા લોકો તેમના જીવનસાથી સાથે રોમાંસ દરમિયાન વિચિત્ર વસ્તુઓ કરે છે. જો સેક્સ સારું અને લાંબુ ચાલે તેવા ચક્કરમાં ઘણીવાર યુગલો ઘણી મુશ્કેલીમાં ફસાઈ જાય છે. આજે અમે તમને તે ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. હા, તમને જાણીને આશ્ચર્ય થશે કે ગર્લફ્રેન્ડને ગર્ભાવસ્થાથી બચાવવા માટે, માણસે તેના ગુપ્તાંગને કોન્ડોમને બદલે ફેવિક્વિકથી સીલ કરી દીધા, પરિણામે તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

pregnant

કોન્ડોમ ન મળતા પ્રાઇવેટ પાર્ટને ફેવિક્વિકથી ચોંટાડી દીધો

આ ચોંકાવનારો કિસ્સો અમદાવાદનો છે. જ્યારે તે તેની ગર્લફ્રેન્ડ સાથે શારિરીક સંબંધ બાંધતો હતો, ત્યારે એક 25 વર્ષીય યુવાનનું મોત થઇ ગયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સેક્સ દરમિયાન ગર્ભાવસ્થા ટાળવા માટે તેને પોતાના ગુપ્તાંગને ફેવિક્વિક નાંખી ચોટાડી દીધું હતું. તેનું પ્રાઈવેટ પાર્ટ સીલ થવાને કારણે તેનું મોત થયું હતું. આ યુવાન પાસે કોન્ડમ ન હતા અને સેક્સ કરવાની તીવ્ર ઇચ્છાને પગલે તેણે પોતાના ગુપ્તાંગમાં ફેવિક્વિક નાંખ્યા બાદ સેક્સ કર્યું હતું જેથી તેની ગર્લફ્રેન્ડનેગર્ભ ન રહી જાય.

pregnant

સેક્સ પહેલા ડ્રગ્સ લીધુ

યુવકની ઓળખ સલમાન મિર્ઝા (25) તરીકે થઈ છે, જે અમદાવાદના ફતેવાડી વિસ્તારનો રહેવાસી છે. તે અને તેની ગર્લફ્રેન્ડ બંને 22 ઓગસ્ટના રોજ શહેરના જુહાપુરા વિસ્તારની એક હોટલમાં ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, તેની સાથે અન્ય એક મહિલા પણ હતી. સલમાન મિર્ઝા અને તેની પ્રેમિકાએ ડ્રગ્સ લીધું હતું, ત્યારબાદ તેણે સેક્સ માણવાનું શરૂ કર્યું. આ દરમિયાન સલમાનને યાદ આવ્યું કે તેની પાસે કોન્ડોમ નથી, તેથી મિર્ઝાએ તેના પ્રાઇવેટ પાર્ટને ગમથી સીલ કરવાનો નિર્ણય કર્યો હતો.

pregnant

આ કારણે તે ફેવિક્વિક સાથે રાખતો હતો

આ મામલાની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીનું કહેવું છે કે, સલમાને પોતાની સાથે ફેવિક્વિક રાખતો હતો. કારણ કે, તે નશો કરતી વખતે વ્હાઈટનર સાથે ફેવિક્વિક મિક્સ કરતો હતો. આ ઘટનાના બીજા દિવસે મિર્ઝા અંબર ટાવર પાસે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. એક પરિચિતે તેને ઝાડીઓમાં બેભાન અવસ્થામાં પડેલો જોયો અને તેને તેના ઘરે લઈ ગયા હતા. સલમાનની તબિયત બગડ્યા બાદ મિર્ઝાને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે ઈજાના કારણે દમ તોડી દીધો હતો.

pregnant

પોલીસ વિસરા રિપોર્ટની રાહ જોઈ રહી છે

સલમાનના મૃત્યુ બાદ 25 જૂનના રોજ તેના સંબંધી સાયરાબાનુ મિર્ઝાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે, ફેવિક્વિકના ઉપયોગને કારણે સલમાનની તબિયત બગડી અને તેનું મોત થયું હયો. ડીસીપી (ઝોન 7) પ્રેમસુખ દેલુએ જણાવ્યું હતું કે,અમે મૃતકના વિસરા સેમ્પલના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ જે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X