સમુદ્રમાં આવેલા તોફાનથી અચાનક પલટી જવાનોની બોટ, BSFએ ડૂબતા બચાવ્યા
ગુજરાતના ક્રીક ક્ષેત્રમાં બૉર્ડર સિક્યોરિટી ફૉર્સ(બીએસએફ) એ સેનાના જવાનોનો જીવ બચાવ્યો.
ભૂજઃ ગુજરાતના ક્રીક ક્ષેત્રમાં બૉર્ડર સિક્યોરિટી ફૉર્સ(બીએસએફ) એ સેનાના જવાનોનો જીવ બચાવ્યો. વાસ્તવમાં ભૂજના કોરી ક્રીકમાં નિયમિત પ્રેકટીસ દરમિયાન સમુદ્રમાં અચાનક આવેલા તોફાનના કારણે સેનાની બોટ પલટી ગઈ. જેનાથી બોટમાં સવાર 6 જવાન સમુદ્રમાં પડી ગયા અને ડૂબવા લાગ્યા. એ વખતે બીએસએફની પેટ્રોલિંગ પાર્ટી અમુક દૂર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. સેનાની બોટ પલટી ગયાની જાણ થતા બીએસએફના જવાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા.

બીએસએફે સેનાના અન્ય જવાનો સાથે મળીને બચાવ કાર્ય શરૂ કર્યુ. પછી થોડી વારમાં સમુદ્રમાં ડૂબતા6 જવાનોને બચાવી લીધી. બચાવવામાં આવેલ સૈનિકોને બીએસએફની સ્પીટ બોટથી લક્કી નાળાના કિનારે લાવવામાં આવ્યા. ત્યારબાદ સેનાની એમ્બ્યુલન્સથી હોસ્પિટલ મોકલવામાં આવ્યા. જણાવવામાં આવી રહ્યુ છે કે સમુદ્રમાં બોટ પલટી જવાના કારણે ઘણા સૈનિકોના પેટમાં પાણી જતુ રહ્યુ હતુ જેના લીધે તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.
સૈનિકોને ડૂબતા બચાવવા માટે ક્રીક ક્ષેત્રમાં તૈનાત બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીની પ્રશંસા થઈ રહી છે. બીએસએફના એક અધિકારીએ કહ્યુ કે પેટ્રોલિંગ પાર્ટીની ત્વરિત કાર્યવાહીથી ભારતીય સેનાના જવાનોને સમુદ્રમાંથી કાઢી લેવામાં આવ્યા અને આ રીતે મોટી દૂર્ઘટના ટળી ગઈ. ગુજરાત સીમાંતના મહાનિરીક્ષક જી એસ મલિકે બીએસએફના જવાનોની પ્રશંસા કરી. સાથે જ બચાવ દળના નિરીક્ષક સંદીપ, પેટ્રોલિંગ પાર્ટીના કમાંડરને 2 હજાર રૂપિયા અને દળના પ્રત્યેક કર્મીને હજાર રૂપિયા રોકડા પુરસ્કાર આપવાની ઘોષણા કરી.












Click it and Unblock the Notifications
