કાળું નાણું કેસઃ જાણો કોણ છે પકંજ લોઢીયા
નવી દિલ્હી, 27 ઓક્ટોબર: સરકારે વિદેશી બેંકોમાં કાળું નાણું જમા કરાવનારા ત્રણ ભારતીયોના નામ સુપ્રીમ કોર્ટને સોંપી દીધા છે. આ ત્રણ નામોમાં એક નામ રાજકોટના પંકજ ચમનલાલ લોઢીયાનું પણ છે. ડાબર ગ્રૂપના નિર્દેશક પ્રદીપ બર્મન અને ગોવાના ખનન વ્યવસાઇ રાધા ટિમ્બલૂના નામનો પણ સમાવેશ થાય છે. રાજકોટના જાણીતા વેપારી પંકજ લોઢીયા અંગે વાત કરવામાં આવે તો તેઓ શેરબજારનો બિઝનેસ ધરાવે છે, ઉપરાંત શ્રી ઓર્નામેન્ટના તેઓ સંચાલક છે. તેમનું નામ બ્લેક મની ધરાવતા લોકોની યાદીમાં આવતા રાજકોટમાં ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે.

- પંકજ લોઢીયાની શ્રીજી કંપનીની મુબઇ, પુણે, અમદાવાદ, સુરત, હૈદરાબાદ, જયપુર, કોચી, બેંગ્લોર સહિતના શહેરોમાં ઓફિસો છે.
- તેમની શ્રીજી ટ્રેડિંગ કંપની સોનાના બિસ્કિટ અને દાણાના વેચાણનું સૌરાષ્ટ્રમાં મોટું કામ કરે છે.
- રાજકોટના દિવાનપરામાં આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ, ઓફિસ, તત્વ જ્વેલર્સ, તત્વ ડાયમંડ, જ્યોતિ જ્વેલર્સ, મારુતિ જ્વેલર્સ તેમના કનેક્શનમાં છે.
- રિયલટી ક્ષેત્રમાં પંકજ લોઢીયા અગ્રેસર છે. તેમણે આઠ પ્રોજેક્ટ પર કામ કર્યું છે, જેમાં શાલીગ્રામ, શાલિન, સંકલ્પ, શ્રીજી, સાકાર, સંકેત અને શિલ્પ પ્રોજેક્ટ છે, જ્યારે શાશ્વત રેસિડેન્સિયલ પ્રોજેક્ટ પર કામ ચાલું છે.
- દિવાનપરામાં તેમનો આલિશાન બંગલો છે, જેનું નામ સાર્થક છે આ ઉપરાંત પાર્થ કોમ્પલેક્ષમાં તેમણે ત્રીજો માળ ખરીદ્યો હોવાના અહેવાલ પણ છે. તેમની પાસે વૈભવી કાર્સ પણ છે.
- લોઢીયા સામે મકાન પર કબજો જમાવવાની ફરિયાદ પણ ભૂતકાળમાં નોંધાઇ હતી.
- ગયા વર્ષે તેમની કંપની શ્રીજ ટ્રેડિંગ પર આવક વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને અનેક કાગળિયા ચકાસવામાં આવ્યા હતા.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
