ઓબીસી સમાજની જાતીને ટાર્ગેટ કરીને સમાજના લોકોની લાગણી દુભાવી: ગુરધન ઝડફીયા

લોકસભાના સભ્યપદેથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ થયુ તે બાબતે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયા તેમજ પ્રદેશના મુખ્ય પ્રવકતા પ્રતિક્રિયા આપી હતી.

BJP

ગોરઘનભાઇ ઝડફીયાજીએ જણાવ્યું હતું કે, સુરતની નામદાર કોર્ટે કોગ્રેસના નેતા રાહુલ ગાંઘીને સજા ફટકારી છે તે ભારતના પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ એકટ અંતર્ગત સભ્ય પદ રદ થયુ છે. રાહુલ ગાંઘીએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ઓબીસી સમાજની જાતીને ટાર્ગેટ કરીને સમાજના લોકોની લાગણી દુભાવી હતી. રાહુલ ગાંઘીના આવા નિવેદન પહેલી વખત નથી આવ્યા. રાહુલ ગાંઘી પર તેમની ભાષાને કારણે દેશમાં અનેક જગ્યાએ કેસો થયેલા છે, આ પહેલો કેસ નથી. કોંગ્રેસના નેતાઓએ અગાઉ પણ દેશના વડાપ્રધાન માટે ક્યારેક મોતનો સોદાગર,નીચ જાતી જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. દેશની ન્યાયપાલિકા તથ્યોને આધારે ચુકાદો સંભળાવે છે પરંતુ કોંગ્રેસે આખા દેશમાં ઉત્પાથ મચાવી છે. સામાન્ય રીતે નામદાર કોર્ટના ચુકાદા વિરુદ્ધ ટીપ્પણી કરવી એ કન્ટેમ્પ ઓફ કોર્ટ ગણાય છે. કોંગ્રેસ પાર્ટી ન્યાય પાર્ટીના ચુકાદા વિરુદ્ધ ટીપ્પણી કરી રહી છે. રાહુલ ગાંઘીના કેસમાં તથ્યના આધારે બંને પક્ષે દલીલો કરી હતી. ગાંઘી પરિવાર દેશમાં વ્યવહાર કરે છે કે જાણે તેમના માટે દેશમાં અલગ આઇપીસી બને.

ઝડફીયાજીએ વધુમાં જણાવ્યું કે, રાહુલ ગાંઘીના કેસમાં કોર્ટે આપેલા ચુકાદાએ સાબિત કર્યુ કે નાનામાં નાની વ્યકિત હોય કે મોટો નેતા દરેક વ્યકિત કાયદા સામે સરખા છે. કોંગ્રેસના લોકો ચુકાદા વિરુદ્ધ ન માત્ર દેશમાં પરંતુ દેશ બહાર પણ શબ્દોનો યોગ્ય પ્રયોગ નથી કરતા. કોંગ્રેસ માને છે કે તેમની તરફેણમાં ચુકાદો આવે તો ન્યાયપાલિકા તટસ્થ છે,ચૂંટણીમાં જીતે તો ઇવીએમ બરાબર છે,જયારે કોઇ સમાજની લાગણી દુભાવે કોઇ સામે પડકાર ફેકે તો વાણીસ્વાતંત્રતા નથી તેવા બેવડા ધોરણ અપનાવે છે તેના કારણે દેશની જનતા તેમને સ્વીકારતી નથી.

ઝડફીયાએ વધુમાં જણાવ્યું કે, પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ એકટમાં એવી જોગવાઇ છે કે, જો સાંસદ કે ધારાસભ્ય દોષી જાહેર થાય અને બે વર્ષ કે તેથી વધુ સજા મળે તો તેની સદસ્યતા તરત જતી રહે છે. કોંગ્રેસ પાસે સારા વકિલો હતા તો કોઇએ કેમ રાહુલ ગાંઘીને સાચી સલાહ ન આપી? રાહુલ ગાંઘીએ બ્રીટનમાં પણ ભાષણ કર્યુ છે કે દેશમાં લોકશાહી નથી, ન્યાયપાલિકા સ્વતંત્ર નથી,ચૂંટણી પંચ પક્ષપાતી છે,વાણી સ્વતંત્રતા નથી. આજે ભારત દેશ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ઉભરતી વૈશ્વીક કક્ષાની તાકાત બની રહ્યુ છે. આ સમયે ભારતને દબદનામ કરવું અને સંસદમાં જવાબ આપતા નથી. કોંગ્રેસના ઘણા નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝેરના ઘુટડાને પી ગયા છે.

વડાપ્રધાનને મોતના સોદાગર કહ્યા, નીચ જાતીના કહ્યા પરંતુ વડાપ્રઘાન આવા શબ્દને ગળી ગયા પણ આખો સમાજ કેવી રીતે આવા શબ્દોને ગળી શકે. રાહુલ ગાંઘીએ ઓબીસી સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે. રાહુલ ગાંઘી ઉપલી કોર્ટમાં જઇ શકે છે. કોંગ્રેસના નેતાઓને વિનંતી છે કે દેશમાં અશાંતી ફેલાવાનો પ્રયાસ ન કરે. દરેક વ્યકિત બંધારણના નિયમને પાળવા બંધાયેલો છે. ન્યાય પાલિકાનો ચુકાદો જો કોંગ્રેસને મંજૂર ન હોય તો ઉપલી કોર્ટમાં જઇ શકે છે. કોર્ટે આપેલા ચુકાદાની ટીપ્પણી કરી કોર્ટની અવગણના કોંગ્રેસ ન કરે. રાહુલ ગાંઘી સિવાય પહેલા ઘણા નેતાની સંસદ સદસ્યતા રદ થઇ ચુકી છે. દેશનો દરેક વ્યકિત બંધારણ નિયમને પાળવા બંધાયેલો છે. ભાજપ કે સરકારને દોષ આપવાથી રાહુલ ગાંઘી નહી બચી શકે. રાહુલ ગાંઘીના કેસમાં ભાજપ સપષ્ટ માને છે કે કોર્ટે જે નિર્ણય કર્યો છે તે તથ્યોને આધારે કર્યો છે, બંને પાસા તપાસીને નિર્ણય કર્યો છે. ન્યાય પાલિકાના નિર્ણયનુ સન્માન કરવું તે દેશના દરેક નાગરીકની ફરજ છે તે કોંગ્રેસ ચુકી છે. કોર્ટના નિર્ણયથી અસંતોષ હોઇ શકે પરંતુ ટીકા ન થઇ શકે. ભાજપ માને છે કે વ્યકિતથી ઉપર બંધારણ છે, કાયદો દરેક માટે સરખો છે. રાહુલ ગાંઘી જયારે દેશને રિપ્રેઝેન્ટ કરે ત્યારે ભાષા પર સંયમ રાખતા નથી તેનુ આ પરિણામ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X