બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોની સમય પહેલા મુક્તિ યોગ્ય કે અયોગ્ય, સુપ્રીમ કોર્ટ આજે આપશે ચુકાદો
Bilkis Bano Case: આજે સુપ્રીમ કોર્ટ બિલકિસ બાનો ગેંગરેપના 11 દોષિતોને મુક્ત કરવાના કેસમાં પોતાનો ચુકાદો આપશે. બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને ઓગસ્ટ 2022માં મુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ દોષિતોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી.
2002માં ગોધરાકાંડ બાદ ગુજરાતમાં થયેલા રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના 7 સભ્યોની હત્યાના દોષિત 11 લોકોની સમય પહેલા મુક્તિની માંગવાળી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો આપશે.

જસ્ટિસ બીવી નાગરત્ના અને ઉજ્જલ ભુઈયાની સુપ્રીમ કોર્ટની બેંચ ચુકાદો જાહેર કરશે અને જસ્ટિસ નાગરત્ના ચુકાદો લખશે. સુપ્રીમ કોર્ટની બેન્ચે 11 દિવસની સુનાવણી બાદ ગયા વર્ષે 12 ઓક્ટોબરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કાર્યવાહી દરમિયાન, કેન્દ્ર અને ગુજરાત સરકારોએ દોષિતોની સજા માફી સંબંધિત મૂળ રેકોર્ડ પણ આપ્યા હતા. ગુજરાત સરકારે દોષિતોની મુક્તિને વાજબી ઠેરવતા કહ્યું કે તેમણે સુધારાના સિદ્ધાંતનું પાલન કર્યું છે.
તમામ 11 દોષિતોને 15 ઓગસ્ટ, 2022ના રોજ, જેલમાં 15 વર્ષ પૂર્ણ કર્યા પછી, તેમની જેલ દરમિયાન તેમની ઉંમર અને વર્તનને ધ્યાનમાં રાખીને મુક્ત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે 3 માર્ચ, 2002ના રોજ, ગુજરાતમાં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના પછી ફાટી નીકળેલા રમખાણોમાંથી ભાગી રહી હતી ત્યારે બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. તે સમયે બિલકિસ બાનો 21 વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. આ રમખાણોમાં બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં તેની ત્રણ વર્ષની પુત્રી પણ સામેલ હતી.












Click it and Unblock the Notifications
