ગુજરાતની આયુર્વેદ સંસ્થાઓને 'રાષ્ટ્રીય મહત્વ'નો દરજ્જો, સંસદમાં બિલ પાસ, મંજૂરી પણ મળી

ગુજરાતની આયર્વેદ સંસ્તાઓને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓનો દરજ્જો આપવા માટેના બિલને બુધવારે સંસદની મંજૂરી મળી ગઈ.

અમદાવાદઃ ગુજરાતની આયર્વેદ સંસ્થાઓને 'રાષ્ટ્રીય મહત્વ'ની સંસ્થાઓનો દરજ્જો આપવા માટેના બિલને બુધવારે સંસદની મંજૂરી મળી ગઈ. રાજ્યસભાએ બુધવારે આયુર્વેદ શિક્ષણ તેમજ અનુસંધાન સંસ્થા બિલ-2020ને ચર્ચા બાદ ધ્વનિમતથી પાસ કરી દીધુ. બિલમાં જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલય પરિસરમાં જ વિવિધ આયુર્વેદ સંસ્થાઓનો વિલય કરીને રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

parliament

આ બિલમાં જામનગરની ત્રણ આયુર્વેદિક સંસ્થા સ્નાતકોત્તર આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા, ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય સહિત આયુર્વેદ ઔષધિ વિજ્ઞાન સંસ્થાના વિલયનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે અને આયુર્વેદ વિશ્વવિદ્યાલય પરિસરમાં સ્થિત વિવિધ આયુર્વેદ સંસ્થાઓના વિલય થવા પર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ચર્ચામાં ઘણા સભ્યોએ સવાલ ઉઠાવ્યા કે ગુજરાત સ્થિત સંસ્થાને જ કેમ આ દરજ્જો આપવામાં આવ્યો. જેનો જવાબ આપતા કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધને કહ્યુ કે જામનગર સંસ્થાની પસંદગી મનમાની નહોતી પરંતુ આને 1956માં સ્થાપિત આ શ્રેણી હેઠળ સૌથી જૂની સંસ્થાઓમાંની એક પસંદ કરવામાં આવી હતી. તે સરકારી ક્ષેત્રમાં દેશની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે.

હર્ષવર્ધને કહ્યુ કે આયુર્વેદ વિદ્યામાં વિશ્વ આરોગ્ય સંગઠન સાથે આ સંસ્થા લાંબા સમયથી સમન્વય કરતી આવી છે અને છેલ્લા 20 વર્ષોમાં 65 દેશોના છાત્રોને પ્રશિક્ષણ આપવામાં આવ્યુ છે. સંસ્થાએ છેલ્લા 20 વર્ષોમાં વિવિધ દેશો સાથે 30 સમજૂતી કરી છે. જો કે તૈયાર હોવાની વાત પણ તેમણે કહી છે. સાથે જ સમાજ અને દુનિયાભરની આરોગ્ય પ્રણાલિઓને મજબૂત કરવા માટે આયુર્વેદ તથા તેની ઉપયોગિતાની પ્રશંસા પણ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X