Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નાયબ કલેક્ટર નિલેશ દુબેનો આદિવાસીઓને અપમાનિત કરતો ઓડિયો વાયરલ, આજે કેવડિયા બંધનુ એલાન

આદિવાસી સમાજનુ અપમાન કરવાથી રોષ ફેલાતા આજે કેવડિયા બંધનુ એલાન આપવામાં આવ્યુ છે.

કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટીના જોઈન્ટ સીઈઓ અને નાયબ કલેક્ટર નીલેશ દુબેની આદિવાસી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીનો ઓડિયો વાયરલ થયો છે. જેના પગલે આદિવાસી સમાજમાં રોષ ફેલાતા આજે કેવડિયા બંધનુ એલાન આપવામાં આવ્યુ છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીના નાયબ કલેક્ટર નિલેશ દુબેએ CISFના અધિકારી સાથે વાતો કરીને આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલતી ઓડિયો ક્લિપ વાયરલ થતા આદિવાસી સમાજ રોષે ભરાયો છે અને આદિવાસી સમાજ વિશે આવી ટિપ્પણી બાબતે ભાજપે નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદન આપી અધિકારી સામે પગલા ભરવાની માંગ કરી હતી. જ્યારે કોંગ્રેસ, બીટીપી અને કેવડિયા આંદોલન સમિતિ દ્વારા કેવડિયા બંધનુ એલાન આપવામાં આવ્યુ છે.

bandh

યુથ કોંગ્રેસ દ્વારા રાજપીપળાના સફેદ ટાવર ખાતે નિલેશ દુબેના પૂતળાનુ દહન કરવામાં આવ્યુ હતુ અને આદિવાસી સમાજ વિરુદ્ધ માનસિકતા ધરાવતા અધિકારી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા માંગ કરી હતી અને ભાજપ સરકાર આવા અધિકારીઓ સામે પગલાં ભરે તેવી માંગણી પણ કરી હતી. સ્ટેચ્યુ ઑફ યુનિટી સહિતના પ્રોજેક્ટો પર કામ કરતા તમામ આદિવાસી કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરશે.

નાયબ કલેક્ટરે આ બાબતે જણાવ્યુ હતુ કે મારા નામના ઉલ્લેખ સાથે જે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે તે ઓડિયો એડિટ કરીને ચલાવવામાં આવી રહ્યો છે, જે અર્ધસત્ય પ્રગટ કરે છે. વાસ્તવમાં SOU કેમ્પસમાં એક કર્મચારીને CISF ના મહિલા કર્મચારી સાથે વિવાદ થયો હતો અને તે કર્મચારીએ મને ફોન કરીને ફરિયાદ કરી હતી અને એ દરમિયાન SOUના મારા હાથ નીચેના કર્મચારીના બચાવમાં અમુક શબ્દો કહ્યા તે તેના માટે વ્યક્તિગત હતા પરંતુ અગમ્ય કારણોસર આખા ઓડિયોના બદલે એડિટ કરીને અમુક જ ભાગ વાયરલ કરવામાં આવ્યો છે. આખો ઓડિયો બહાર આવે તો ખરી સત્યતા બહાર આવે તેમ છે. નાયબ કલેક્ટરે વધુમાં કહ્યુ હતુ કે મારી ભાવના કોઈ જાતિ માટે નહોતી અને ભવિષ્યમાં રહેશે નહિ તેમછતાં કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છુ. કેટલાક વિઘ્નસંતોષી લોકો સમાજને ગેરમાર્ગે દોરવા માટે આવા એડિટ કરેલા ઓડિયો વાયરલ કરી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X