Atal Bhujal pakhvadiyu : 13થી 27 તરીખ સુધી ઉજવશે અટલ ભૂજલ પખવાડિયું, NFSU, ગાંધીનગરથી થશે શુભારંભ
Atal Bhujal pakhvadiyu આગામી 13 થી 27 ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘અટલ ભૂજલ યોજના' હેઠળના વિસ્તારોમાં ‘અટલ ભૂજલ પખવાડિયું' ઉજવાશે.
Atal Bhujal pakhvadiyu આગામી 13 થી 27 ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં અટલ ભૂજલ યોજના અંતર્ગતના વિસ્તારોમાં 'અટલ ભૂજલ પખવાડિયું' ની ઉજવણી કરવામાં આવશે. અટલ ભૂજલ પખવાડિયુંના કાર્યક્રમનો શુભારંભ પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા તારીખ 13 ફેબ્રુઆરી, 2023ના રોજ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતેથી કરાવશે.

આ પ્રસંગે રાજ્યકક્ષાના પાણી પુરવઠા મંત્રી મૂકેશ પટેલ, ગાંધીનગર (ઉત્તર) ના ધારાસભ્ય રીટા પટેલ, ગાંધીનગર (દક્ષિણ) ના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપ પટેલ, કે. બી. રાબડીયા, ખાસ સચિવ (જળસંપત્તિ) તથા ગાંધીનગર કલેક્ટર પ્રવિણા ડી. કે. ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા, જળસંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર દ્વારા 'અટલ ભૂજલ યોજના'નો રાજ્યમાં અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ રાજ્યમાં ભૂગર્ભ જળ નીચા ગયા છે, તેવા ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓના 36 તાલુકાઓના 1873 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
'અટલ ભૂજલ યોજના'નો મુખ્ય ઉદ્દેશ ભૂગર્ભ જળ વ્યવસ્થાપન માટેના માળખાને મજબૂત કરવાનો છે, જે અંતર્ગત ભૂગર્ભ જળના આંકડા અને માહિતી અંગે ગ્રામ સમુદાયોને સાચી અને યોગ્ય સમજ આપવામાં આવે છે. આ સમુદાયની આગેવાની હેઠળ વોટર સિક્યુરિટી પ્લાનનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમાવિષ્ટ કરવામાં આવેલા કામોનું સરકારના વિવિધ વિભાગો દ્વારા અમલીકરણ કરવામાં આવે છે.
આ સાથે જિલ્લા કક્ષાએ યોજનાના અમલમાં ભાગીદાર તરીકે સ્વૈચ્છિકબિન સરકારી સંસ્થાઓના સહયોગથી પ્રેરણા, લોકજાગૃતિ અને ક્ષમતાવર્ધન કરવામાં આવે છે. અટલ ભૂજલ યોજનાના અમલ હેઠળના જિલ્લાઓમાં પાણી પુરવઠો વધારવા નવા ચેકડેમ, કૂવા રિચાર્જ, તળાવો ઊંડા કરવા સહિતના કામો કરવામાં આવે છે. તેમજ પાણીની માંગ ઘટાડે તેવા કાર્યક્ષમ ઉપયોગ માટે સૂક્ષ્મ પિયત પદ્ધતિ તેમજ અન્ય ઉપાયો અપનાવવા પર ભાર મૂકવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
