'આજ સુધી કોઈ નેતાએ દલિતને પોતાના ઘરે નથી બોલાવ્યા', કેજરીવાલે દલિત પરિવારને પોતાના ઘરે આપ્યુ જમવાનુ આમંત્રણ
અરવિંદ કેજરીવાલે એક દલિત પરિવારને દિલ્લીમાં સીએમ આવાસ પર ડિનર માટે આમંત્રણ આપ્યુ હતુ.
નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન રવિવારે અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ટાઉન હૉલમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કેજરીવાલ અને ભગવંત માને સફાઈ કામદારો સાથે વાતચીત કરી હતી. કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલે એક દલિત પરિવારને દિલ્લીમાં સીએમ આવાસ પર ડિનર માટે આમંત્રણ આપ્યુ હતુ. ભગવંત માને પંજાબ ભવનમાં પરિવાર માટે રહેવાની વ્યવસ્થાની જાહેરાત કરી હતી.

અમદાવાદમાં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા કેજરીવાલ
આ કાર્યક્રમ દરમિયાન જ્યારે અરવિંદ કેજરીવાલ સફાઈ કામદારો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે હર્ષ સોલંકી નામના યુવકે કેજરીવાલને તેમના ઘરે ભોજન લેવા આવવા વિનંતી કરી હતી. બદલામાં કેજરીવાલે યુવકને તેના પરિવાર સાથે દિલ્લીમાં સીએમ આવાસ પર જમવા માટે આમંત્રણ આપ્યુ હતુ. આ દરમિયાન કેજરીવાલે પરિવારના પાંચેય સભ્યો માટે ફ્લાઈટ ટિકિટની વ્યવસ્થા કરવાનુ વચન પણ આપ્યુ હતુ.

ભગવંત માને પણ આપ્યુ એક વચન
આ દરમિયાન કેજરીવાલે કહ્યુ કે પહેલા તમે તમારા પરિવાર સાથે દિલ્લીમાં સીએમ આવાસ પર જમવા માટે આવો. એ પછી હું જ્યારે પણ અમદાવાદ આવીશ ત્યારે તમારા ઘરે જમવા ચોક્કસ આવીશ. આ દરમિયાન પંજાબના સીએમ ભગવંત માને હર્ષ સોલંકીને કહ્યુ કે તમે જ્યારે દિલ્લી આવો ત્યારે સીએમ આવાસમાં તમારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે પરંતુ અમે વચન આપીએ છીએ કે પંજાબ ભવનમાં તમારા રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે, તમે તમારા પરિવાર સાથે પંજાબ ભવનમાં રોકાજો.

ઑટો ડ્રાઈવરના ઘરે જમવા ગયા હતા કેજરીવાલ
તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ જ્યારે ગઈ વખતે જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમણે એક રિક્ષાવાળાના ઘરે ડિનર લીધુ હતુ. રિક્ષાચાલકે કેજરીવાલને તેમના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યુ હતુ. કેજરીવાલે આમંત્રણ સ્વીકારી લીધુ હતુ અને પ્રોટોકોલ તોડીને ઑટો ડ્રાઈવરના ઘરે ભોજન લેવા પહોંચ્યા હતા.
Harsh Solanki: क्या आप एक वाल्मीकि समाज के व्यक्ति के घर खाना खाने आओगे?@ArvindKejriwal: चुनाव के पहले सभी नेता दिखावा करने के लिए दलितों के घर खाना खाने जाते हैं
— AAP (@AamAadmiParty) September 25, 2022
क्या आप कल अपने परिवार के साथ मेरे घर, खाना खाने आएंगे? मैं आपको Flight की Tickets भेज दूंगा#AKSanvadWithGujarat pic.twitter.com/uh0FjY2b3s












Click it and Unblock the Notifications
