છોટાઉદેપુર ખાતે ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને 85 કરોડની સહાય વિતરણ કરાઇ!
છોટાઉદેપુરમાં એસ.એન. કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં ૨૬૯૩૭ જેટલા લાભાર્થીઓને ૮૫.૯૧ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી.
છોટાઉદેપુરમાં એસ.એન. કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં ૨૬૯૩૭ જેટલા લાભાર્થીઓને ૮૫.૯૧ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત ૩.૦૬ કરોડના વિકાસકામોનું લોકાર્પણ, ૧૧૨.૫૬ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને પંચાયતી રાજની આગેકૂચ નામની કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લાભાર્થીઓએ ગોધરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ અને માહિતીસભર દસ્તાવેજી ફિલ્મોનું નિદર્શન પણ કર્યુ હતું.

છોટાઉદેપુરના આ કાર્યક્રમમાં માં ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતુ કે, ગરીબ કલ્યાણ મેળાઓની શરૂઆત છેવાડાના માણસને હાથો હાથ લાભો આપી શકાય એ માટે કરવામાં આવી હતી. તેમણે સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી હતી. તેમણે સરકારી યોજનાઓનો લાભ લઇ જીવન ધોરણ ઉંચું આવે એવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા લાભાર્થીઓને ઓળખી વિવિધ યોજનાઓના લાભો હાથો હાથ આપવા માટે ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવે છે એમ તેમણે જણાવ્યું હતું. વધુ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન વિવિધ યોજનાના ૧૬ વિભાગના ૨૬૯૩૭ લાભાર્થીઓને ૮૫.૯૧ કરોડની સહાય ચૂકવવામાં આવી છે એમ જણાવ્યું હતું. તેમણે સરકારની અનેકવિધ યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીએ આદિવાસી વિસ્તારની કાયાપલટ કરી છે એમ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન, સાંસદ ગીતાબેન રાઠવા સહિતના અન્ય મહાનુભાવોએ મેઇન સ્ટેજ અને પેટા સ્ટેજ પરથી લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
