Ahmedabad Accident News : ધુમ્મસને કારણે 30 થી વધુ વાહનો વચ્ચે અકસ્માત, 25 ઘાયલ

Ahmedabad Accident News : માળિયા અમદાવાદ હાઇવે પર ધુમ્મસના કારણે અનેક વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. સવારથી હાઇવે પર ધુમ્મસના કારણે અણીયારી ટોલ બ્લોક પાસે 30 થી વધુ વાહનોના અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે.

Ahmedabad Accident News : માળિયા અમદાવાદ હાઇવે પર ધુમ્મસના કારણે ઘણા વાહન દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. હાઇવે પર સવારે ધુમ્મસના કારણે અનિયારી ટોલનાકા પાસે 30 થી વધુ વાહનો દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર સામે આવ્યા છે.

એક બાદ એક ટ્રકની લાઇન લાગી હતી. ઘણા લોકોને ગંભીર ઇજા આવવાને કારણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ સાથે હાઇવે ઓથોરિટીના કર્મીઓ સાથે વાહનો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

Ahmedabad Accident

30 જેટલા વાહનો એકબીજા સાથે અથડાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે ગાઢ ધુમ્મસના કારણે 30 જેટલા વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જેમાં અનેક વાહન ચાલકોને નાની મોટી ઈજાઓ પણ થઈ છે. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતના કારણે બે કિલોમીટર લાંબો જામ પણ થયો હતો. જે બાદ તાત્કાલિક પોલીસ અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.

અમરેલીમાં ST બસનો અકસ્માત

ગાઢ ધુમ્મસના કારણે વડિયાથી દેવલા અને રાજકોટ વચ્ચે એસટી બસને અકસ્માત થયો હતો. જણાવવામાં આવ્યું છે કે, વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં આ અકસ્માત, ત્યારે થયો જ્યારે એક લોડિંગ વાહન સામેથી આવી રહ્યું હતું. બસમાં વિદ્યાર્થીઓ સહિત 70 લોકો સવાર હતા. એસટી ચાલકની સમયસૂચકતાને કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો.

યમુના એક્સપ્રેસ હાઈવે જેવી ઘટના

સામાન્ય રીતે આ પ્રકારની ઘટના દિલ્હીમાં બને છે. દિલ્હી યમુના એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસનું પ્રમાણ વધુ હોવાને કારણે વાહન અકસ્માતો સામે આવતા રહે છે, પરંતુ હવે ગુજરાતમાં પણ અમદાવાદ-માળીયા હાઈવે પર આવી ઘટનાઓ બની રહી છે. હાઈવે ઓથોરિટી અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X