ગુજરાતના વડોદરામાં મોટો માર્ગ અકસ્માત, 11ના મોત, ઘણા ઘાયલ

ગુજરાતના વડોદરા શહેરમાં શનિવારે મોટો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. શનિવારે વડોદરામાં ટ્રક અને ટેમ્પોની ટક્કરમાં 11 લોકોના દર્દનાત મોત થઈ ગયા.

ગુજરાતના વડોદરા શહેરમાં શનિવારે મોટો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. શનિવારે વડોદરામાં ટ્રક અને ટેમ્પોની ટક્કરમાં 11 લોકોના દર્દનાત મોત થઈ ગયા. માહિતી મુજબ આ દૂર્ઘટના એ વખતે બની જ્યારે ટેમ્પો અને ટ્રક સામસામે ભટકાઈ ગયા. ઘટનાની માહિતી મળતા જ ઘટના સ્થળે પોલિસ પહોંચી ગઈ અને ઘાયલોને મદદ પૂરી પાડી. દૂર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.

accident

માહિતી અનુસાર આ દૂર્ઘટના વડોદરાના પાદરામાં રણુ અને મહુવડ વચ્ચે થયો છે જેમાં ઘણા લોકો ઘાયલ છે. તમને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તે ગુજરાત પણ આવશે, તેમની મહેમાનગતિ માટે તૈયારીઓ ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર વડોદરામાં એક વ્યક્તિની જાન જઈ રહી હતી આ દરમિયાન જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ટ્રક સાથે ટકરાઈ ગયો. ઘટના બાદ સ્થાનિક લોકો મદદ માટે પહોંચ્યા અને પોલિસને આની માહિતી આપી.

ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા જ્યાં ડૉક્ટરોએ 11 જણને મૃત ઘોષિત કરી દીધા જ્યારે ઘણા ઘાયલોને ફર્સ્ટ એડ આપ્યા બાદ વડોદરા રિફર કરી દેવામાં આવ્યા. બધા ઘાયલોને વડોદરાની સર સયાજી જનરલ હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. ઘટના વિશે વડોદરાના પોલિસ અધિક્ષક સુધીર દેસાઈએ જણાવ્યુ કે અમને અત્યાર સુધી દૂર્ઘટનાનુ કારણ જાણવા મળી શક્યુ નથી. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છે, જલ્દી આ વિશે વિસ્તૃત માહિતી સામે આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X