ખેડૂતોને આપત્તિ સમયે સહાયભૂત થવું એ જ અમારો નિર્ધાર:રાધવજી પટેલ
કૃષિ મંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે જે પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રાજયના ખેડૂતોના હિતમાં અનેક નિર્ણયો કર્યા છે ખેડૂતોના પડખે ખભેખભો મીલાવવા અમારી સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે.

મંત્રી એ ઉમેર્યુ કે "રાજ્યમાં તાજેતરમાં વાતાવરણમાં ફેરફારને કારણે માર્ચ-૨૦૨૩ માસમાં કમોસમી વરસાદ ધણા જિલ્લાઓમાં નોંધાયેલ છે તથા ખેડૂતોના પાકને નુકશાનના અહેવાલો મળેલ છે. કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલ નુકશાન સંદર્ભે ખેડૂત આલમમાં વ્યાપેલ નિરાશા દૂર કરવા અમારી સરકારે સમયાનુસાર કાર્યવાહી હાથ ધરી છે.
કૃષિ મંત્રી એ ઉમેર્યુ કે, કમોસમી વરસાદની પરિસ્થિતિ બાબતે કમોસમી વરસાદ નોંધાયેલ તથા અસરગ્રસ્ત જિલ્લાઓની પ્રાથમિક માહિતી આપવામાં આવેલ.જેમાં સ્ટેટ ઇમરજેન્સી ઓપેરશન સેંટર (સ્ટેટ કંટ્રોલ રૂમ) ગાંધીનગર, દ્વારા નોંધાયેલ આંકડા મુજબ તા.૦૪/૦૩/ ૨૦૨૩ થી તા.૦૯/૦૩/૨૦૨૩ સુધી રાજ્યમાં ૨૭ જિલ્લાના ૧૦૭ તાલુકામાં નોધાયેલ હતો. ત્યારબાદ બીજા તબક્કામાં તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૪/૦૩/૨૦૨૩ સુધીમાં ૩૧ જિલ્લાના ૧૭૧ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયેલ છે.બન્ને તબ્ક્કા દરમીયાન કુલ ૨૪ જિલ્લાના ૭૦ તાલુકાઓમાં ૧૦ મી.મી. થી વધુ વરસાદ નોંધાયેલ છે.
તેમણે ઉમેર્યુ કે,બન્ને તબક્કાની વરસાદની વ્યાપકતા અને હવામાન ખાતા IMDની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય મંત્રીએ તમામ જિલ્લાના જિલ્લા કલેકટરઓ સાથે તારીખ:૧૯/૦૩/૨૦૨૩ ના રોજ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી વિગતવાર સમીક્ષા કરી અસગ્રસ્ત વિસ્તારમાં સતત મોનીટરીંગ કરવા તેમજ જરૂર જણાય નુકશાનગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરી ધટતા પગલાં લેવા સૂચના આપી છે.આ કમોસમી વરસાદ અન્વયે આગમચેતીના ભાગરૂપે પાક સંરક્ષણના લેવાના થતાં પગલાઓ અંગે એગ્રો એડવાઈઝરી દરેક જીલ્લા કક્ષાએથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમજ બહોળા પ્રચાર પ્રસાર દ્વારા ખેડૂતોને સતત માર્ગદર્શન આપવામાં આવી રહેલ છે.
મંત્રી એ ઉમેર્યું કે,હાલના તબક્કે રાજયના અસરગ્રસ્ત જિલ્લાઓમાં જરૂરીયાત ઉભી થતા પાક નુકશાની સંદર્ભે વિગતવાર સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વિગતવાર સર્વેમાં જો નુકશાની ધ્યાને આવે તો રાજ્ય સરકાર જેમ અગાઉ ના વર્ષોમાં ખેડુતોના હિતમાં કરેલ નિર્ણય મુજબ આ કિસ્સામાં પણ સહાય માટેની વિચારણા કરવામાં આવશે તે મુજબ માન. કૃષિ મંત્રી દ્વારા વિધાનસભા ગ્રુહ ના સભ્યોને જણાવેલ છે.વધુમાં કુદરતી આપત્તિ તથા પાક નુકસાનીની તીવ્રતા અને માત્રા ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા ભુતકાળના વર્ષોમાં કુલ ૧૦,૦૦૦/- કરોડથી પણ વધુની સહાય ચુકવેલ જેમાં SDRF નોર્મસ ઉપરાંત રાજય બજેટ માંથી પણ સહાય જાહેર કરવામાં આવેલ હતી. જે બાબતની પણ પાક નુકશાનીમાં તીવ્રતા ધ્યાને લઈ ચાલુ કમોસમી વરસાદ અંતર્ગત વિચારણા હાથ ધરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
