છોટાઉદેપુરમાં તાંત્રિક વિધિના નામે 5 વર્ષની બાળકીની હત્યા, અન્ય બાળકની બલી ચઢાવવા જતા ભૂવો પકડાઈ ગયો
રાજ્યમાં ક્રાઈમ રેટમાં દરરોજ વધારો થઈ રહ્યો છે, આરોપીઓને પોલીસનો જાણે ડર જ ન હોય તેમ દિવસેને દિવસે આરોપીઓ ગુના આચરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુરમાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. જેમાં લાલુ તડવી નામના એક ભૂવાએ તાંત્રિક વિધિના નામે એક બાળકીની હત્યા કરી દીધી હતી.
આ ભૂવાએ બાળકની હત્યા કર્યા બાદ તે અન્ય એક બાળકની બલી ચઢાવવા જઈ રહ્યો હતો, ત્યારે ગ્રામજનોને સમગ્ર મામલાની ખબર પડી હતી, જેથી ગ્રામજનોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.
સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુરમાં આવેલ બોડેલીનું પાણેજ ગામમાં એક ભૂવાએ ક્રૂરતાની તમામ હદ વટાવી છે. આ ભૂવો પહેલાં 5 વર્ષની બાળકી પાસે ગયો અને તેને પોતાની ઝૂંપડીમાં બનાવેલાં મંદિરે લઈને આવ્યો.

બાદમાં મંદિર પાસે બાળકીને તાંત્રિક વિધિના નામે કુહાડીથી તેનું ગળું કાપી નાંખી તેની હત્યા કરી દીધી હતી. જોકે, આ ભૂવો ત્યાં સુધી અટકાયો નહતો અને અન્ય બલિ માટે પોતાના ઘરની સામે રહેતાં એક અન્ય બાળકને લઈ જઈ બલિ ચઢાવવાનું કાવતરૂ કરી રહ્યો હતો.
જોકે, આ દરમિયાન ગામમાં રહેતાં સ્થાનિક લોકોને સમગ્ર ઘટનાનો અણસાર આવી જતાં તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસને બોલાવી બાળકનો જીવ બચાવ્યો હતો. હાલ પોલીસે આ લાલુ તડવી નામના ભૂવાની ધરપકડ કરી છે. ભૂવા સામે હાલ હત્યાનો ગુનો દાખલ કરી સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા હાલ બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો છે. જોકે, ગ્રામજનો આ ઘટના બાદ ભય અને રોષમાં છે. લોકો પોતાના બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.
વધુ માહિતી આપતા બોડેલીના એ એસ પી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પાણેજ ગામના તાંત્રિક લાલુ તડવી 4 વર્ષની આંગણા માં રમતી બાળકીને ઉઠાવી ઘરમાં આવેલા મંદિર આગળ કુહાડીથી માથું કાપી બાળકીના લોહીને મંદિર પર છાંટી નર બલીનો ગુનો આચાર્યો છે. બાળકીની માતાએ પીલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી પૂછ પરછ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
