બજેટમાં ખેતી માટે 22,194 કરોડની ફાળવણી, મોરબી-કચ્છમાં નવા કૃષિ મહાવિદ્યાલય બનશે
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રીએ 2024 નું ગુજરાત રાજ્યનું બજેટ રજુ કર્યુ છે. આ બજેટમાં વિવિધ ક્ષેત્રો સાથે સાથે ખેતી માટે પણ ઘણી2 જાહેરાતો કરવામાં આવી છે.
બજેટમાં ખેતી અને તેની સાથે જોડાયેલા ક્ષેત્રો માટે 22,194 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. આ સિવાય રાજ્યમાં ખેતી મહાવિદ્યાલયોનો વિસ્તાર કરવાની યોજના પણ છે.

પાક કૃષિ વ્યવસ્થા માટેની જોગવાઈઓ
- બજેટમા્ં ટ્રેક્ટર સહિત કૃષિ યાંત્રિકીકરણ અને ખેત ઓજારોની ખરીદી સહાય માટે 701 કરોડ
- વન્ય પ્રાણીઓથી થતા નુકશાનને અટકાવવા કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સહાય 350 કરોડની જોગવાઈ.
- રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 218 કરોડની
- એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એકમોને સહાય માટે 200 કરોડ
- મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત સહાય આપવા માટે 77 કરોડ
- ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ 81 કરોડ
- સર્ટિફાઇડ જાતોના બિયારણ વિતરણ માટે સહાય આપવાના હેતુસર સીડ રીપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવા માટે 80 કરોડની
- ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે 56 કરોડ
- ખેડૂતોને મીલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય, પ્રચાર પ્રસાર વગેરે માટે 35 કરોડ
સહકાર વિભાગ માટેની બજેટમાં જોગવાઈઓ
- ખેડૂતોને બેંકો દ્વારા 3 લાખ સુધીનું ટૂંકી મુદતના પાક ધિરાણ માટે 4 ટકા વ્યાજ રાહત આપવા માટે 1140 કરોડ
- પશુપાલકો અને માછીમારોને 2 લાખ સુધીના ટૂંકી મુદતના ધિરાણ માટે 4 ટકા વ્યાજ રાહત આપવા 75 કરો
- ખેતી વિષયક પ્રાથમિક ધિરાણ મંડળીઓના કમ્પ્યુટરાઇઝેશન માટે 46 કરોડ
- બજાર સમિતિઓને માળખાકીય સગવડોના વિકાસ માટે સહાય કરવા કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ 23 કરોડ
- બજાર સમિતિઓમાં પ્રોસેસીંગ યુનિટસ સ્થાપવા માટે સહાય આપવા 12 કરોડ
- સહકારી ખાંડ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા વિવિધ યોજનાઓ અંતર્ગત 8 કરોડ
પશુપાલન માટે બજેટમાં જોગવાઈઓ
- મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે 425 કરોડ
- ફરતાં પશુ દવાખાના તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવા માટે 110 કરોડ
- ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય પૂરી પાડવા 62 કરોડ
- ગાભણ તથા વિયાણ થયેલ પશુ માટે ખાણદાણ સહાયની યોજના દ્વારા પશુપાલકોને લાભ આપવા 54 કરોડ
- સરકારી પશુ-સારવાર સંસ્થાઓ ખાતે વિનામૂલ્યે પશુ-સારવાર ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે 43 કરોડ
- પશુધન વીમા પ્રીમિયમ સહાય માટે 23 કરોડ
- પાડી-વાછરડી ઉછેર યોજના અંતર્ગત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો માટે 11 કરોડ
- કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ માટે સહાય પૂરી પાડવા 10 કરોડ
કૃષિ યુનિવર્સિટીઓ માટે બજેટમાં જોગવાઈઓ
- રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવાના હેતુથી મોરબી અને કચ્છ ખાતે નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મા ખાતે કૃષિ ઈજનેરી મહાવિદ્યાલય ચાલુ કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધન માટે 930 કરોડની ફાળવણી.
- પશુપાલન ક્ષેત્રે શિક્ષણ તેમજ સંશોધન કાર્યમાં સંલગ્ન કામધેનુ યુનિવર્સિટી માટે 324 કરોડ
બાગાયત માટે જોગવાઈ
- સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ બાગાયતી પાકોના વાવેતર, વિવિધ ખેત કાર્યો તેમજ પાક સંગ્રહ માટે 294 કરોડ
- નવા બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા તથા કાપણી પછીના વ્યવસ્થાપન માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા 160 કરોડ
- બાગાયતી ખેત પેદાશોના મૂલ્યવર્ધન અને સંગ્રહ માટેની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા 65 કરોડ
- મસાલા પાકોના સર્ટીફાઈડ બિયારણ, પપૈયા પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવા અને ફળપાકોના જુના બગીચાઓના નવસર્જન માટે 18 કરોડ
- બાગાયત ખાતાના રોપ ઉછેર કેંદ્રોની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે 15 કરોડ
- બાગાયતી પાકોના પાંચ નવા સેન્ટર ઓફ એકસલન્સ ઊભા કરવા માટે 15 કરોડ
- આદિજાતિ વિસ્તારોમાં મધમાખી પાલકોને મધમાખીની હાઈવ્સ તથા કોલોની પૂરી પાડવાની યોજના હેઠળ 6 કરોડ
પ્રાકૃતિક કૃષિ માટેની જોગવાઈઓ
- ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ મળી કુલ 168 કરોડ
- પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા 199 કરોડ
મત્સ્યોધોગ માટે જોગવાઈઓ
- મત્સ્ય બંદરો માઢવાડ, નવાબંદર, વેરાવળ-2, માંગરોળ-3 અને સુત્રાપાડાના વિકાસ અને રાજ્યના હયાત મત્સ્ય બંદરો, મત્સ્ય ઉતરાણ કેન્દ્રોનું આધુનિકીકરણ, અપગ્રેડેશન, ડ્રેજીંગ જેવી આનુષાંગિક બાબતો માટે 627 કરોડ.
- સાગર ખેડૂઓને હાઈસ્પીડ ડિઝલ વેટ રાહત યોજના માટે 463 કરોડ
- દરિયાઈ, આંતરદેશીય તથા ભાંભરાપાણીમાં મત્સ્યોદ્યોગના વિકાસ માટે 134 કરોડ












Click it and Unblock the Notifications
