FIEO દ્વારા આયોજિત રિવર્સ બાયર-સેલર મીટથી ૧૮,૭૫૦ કરોડનો વેપાર થવાની સંભાવના

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો યોજાઈ રહ્યો છે. આ ટ્રેડ શોમાં વિશ્વના ૨૦ દેશોના અંદાજે ૧ હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન અને ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ટ્રેડ શોમાં રિવર્સ બાયર- સેલર મીટ અને વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.

Reverse Buyer-Seller Meet 2024

આ રિવર્સ બાયર-સેલર મીટની સફળતા વિશે માહિતી આપતાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના વેસ્ટર્ન રીજનલ હેડ રિશી કાંત તિવારીએ જણાવ્યું છે કે, આ રિવર્સ બાયર-સેલર મીટમાં ભારતના નિકાસની દૃષ્ટિકોણથી વિશ્વભરના મહત્વના દેશોના ખરીદદાર આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

આનાથી અંદાજે ૧૮,૭૫૦ કરોડનો વેપાર થવાની સંભાવના છે. આ મીટમાં ઓમાન, ઉઝબેકિસ્તાન, તાંઝાનિયા, વિયેતનામ, મોરેશિયસ, ઇથોપિયા, ઇજિપ્ત,બાંગ્લાદેશ,શ્રીલંકા જેવા દેશના આયાતકારો જોડાયા હતા.

આ કાર્યક્રમમાં ભારતના જે પણ નિકાસકાર જોડાયા હતા તેમના પ્રતિભાવ આપતા FIEOને જણાવ્યું કે, તેઓ આ કાર્યક્રમથી પુર્ણરૂપથી સંતુષ્ટ છે અને આવા કાર્યક્રમનું ભવિષ્યમાં આયોજન કરવા અનુરોધ કર્યો હતો. આ મહત્વના રિવર્સ બાયર-સેલર મીટમાં ગુજરાતના નિકાસકારો સહભાગી થઈ લાભ લીધો હતો.

આ ઉપરાંત ભારતભરના અલગ અલગ રાજ્યોમાંથી સહભાગી થયેલા નિકાસકારોએ ગુજરાત સરકારને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવા બદલ આભાર માન્યો હતો.

આ જ સ્થળે ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં ટીવીએસ, એમજી હેકટર,દીપક નાઇટ્રેટ, નેસ્લે, હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ, નવીન ફ્લોરિન એડવાન્સ સાયન્સ લિમિટેડ, રત્નવિર પ્રિસીસંસ લિમિટેડ સહિતની ૧૮ કંપનીઓએ આ પ્રોગ્રામમાં ભાગ લઈને તેમણે પોતાની પ્રોડક્ટ અને કંપની વિશેની માહિતી આપી હતી.

આ પ્રોગ્રામ થકી સપ્લાય નેટવર્ક મજબૂત કરવા માટે વિવિધ સપ્લાયર સાથે સંપર્ક મજબૂત કરવા સહયોગ મળ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન સાઉથ કોરિયાની કોરિયન ઇમ્પોર્ટ એસોસિયેશન અને બોતસ્વાના દેશની બોતસ્વાના એક્સપોર્ટર એન્ડ મેન્યુફેકચરિંગ એસોસિયેશન વચ્ચે MoU થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X