1667 સ્કાઉટ્સ - ગાઈડ્સને રાજ્ય પુરસ્કાર અર્પણ કરાયા
Scouts - Guides award: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ અને ગાઈડ સંઘના 1667 સ્કાઉટ્સ-ગાઈડ્સને વર્ષ 2022-23ના રાજ્ય પુરસ્કાર અર્પણ કર્યા હતા.
સમાજ અને રાષ્ટ્રની સેવા માટે સદાય તત્પર અને તૈયાર રહેતા સ્કાઉટ્સ-ગાઈડ્સને તેમના જન્મદિવસે અને માતા-પિતાની મેરેજ એનિવર્સરીએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા અને તેનું જતન-સંવર્ધન કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અપીલ કરી હતી.

રાજ્યના સ્કાઉટ્સ-ગાઇડ્સને સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગુજરાતના 35000 સ્કાઉટ્સ-ગાઈડ્સ પોતાના જન્મદિવસે એક વૃક્ષ અને માતા-પિતાના લગ્ન દિવસે એક વૃક્ષ વાવી અને ઉછેરવાનો સંકલ્પ લે. ગ્લોબલ વૉર્મિંગની સમસ્યાનું નિરાકરણ પ્રકૃતિના સંતુલનથી જ શક્ય છે. જળ અને જમીનના સંરક્ષણ માટે પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતા અભિયાનને ગંભીરતાથી લેવા તેમને અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આહ્વાન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આદર્શ મનુષ્ય જ દેશ અને સમાજની સૌથી મોટી પૂંજી છે. સારા ગુણો ધારણ કરીને જવાબદાર નાગરિક બનવા તેમણે સૌ સ્કાઉટ્સ-ગાઈડ્સને અનુરોધ કર્યો હતો.
સ્કાઉટ્સ-ગાઈડ્સને માતા-પિતા-વડીલો અને ગુરુજનોની આજ્ઞાનું પાલન કરવાની અને સદાય તેમનું સન્માન કરવાની શીખ આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, જે બાળકો માતા-પિતા-વડીલો અને ગુરુજનો પ્રત્યે હંમેશા સદાચાર અને સદભાવ રાખે છે, તે બાળકો લાંબુ આયુષ્ય ભોગવે છે, સારી વિદ્યા પ્રાપ્ત કરે છે, બળવાન બને છે અને હંમેશા યશ-કીર્તિ મેળવે છે. રાજ્યપાલે સ્કાઉટસ-ગાઈડ્સને સંસ્કારી બનવાની શીખ આપતાં કહ્યું કે, ગુણવાન બનો. વિશેષ ગુણ કેળવશો તો ટોળામાં તમે વિશેષ બનશો. મહાન વ્યક્તિ બનીને કુળ, સમાજ અને દેશનું ગૌરવ વધારવા તેમણે સૌ બાળકોને અપીલ કરી હતી.
રાજભવનના સ્વામી દયાનંદ સભામંડપમાં આયોજિત રાજ્ય પુરસ્કાર એવોર્ડ સમારોહમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમપ્રકાશ અને એમ.ડી. મોદી સ્કૂલ, રાજકોટના ધવલ આર. મોદીનું થેન્ક્સ બેઝથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના વાઈસ પેટ્રન અને ઓરિસ્સા હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કલ્પેશભાઈ ઝવેરીએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, સ્કાઉટ ગાઈડ આંદોલન રાષ્ટ્રની સેવા માટે સમર્પિત આંતરરાષ્ટ્રીય આંદોલન છે. વિશ્વના 216 દેશોમાં આ પ્રવૃત્તિ સક્રિયતાથી સેવારત છે.
સ્કાઉટિંગ-ગાઈડિંગથી બાળકોના જીવનમાં સ્વયંશિસ્ત આવે છે, જેનું વ્યક્તિત્વ વિકાસમાં મોટું યોગદાન હોય છે. ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના રાજ્યના મુખ્ય કમિશનર સવિતાબેન પટેલે સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. અંતમાં સેક્રેટરી વિષ્ણુભાઈ ઉપાધ્યાયએ આભારવિધિ કરી. હતી. આ અવસરે લેડી ગવર્નર દર્શનાદેવીજી, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના પ્રમુખ નીતિનભાઈ પટેલ, રાજ્ય આયુક્ત (સ્કાઉટ) હસમુખભાઈ મોદી, રાજ્ય આયુક્ત (ગાઈડ) અંજનાબેન ચૌધરી અને રાજ્ય કોષાધ્યક્ષ છનાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
