શ્રી દરબારસાહેબ ગોપાળદાસ દેસાઈની 136મી જન્મજયંતી ઉજવાઇ
136th birth anniversary of Shri Darbar Saheb Gopaldas Desai: ભારતની સ્વતંત્રતા માટે રાજપાટ છોડી દેનારા પ્રથમ રાજવી એવા શ્રી દરબારસાહેબ ગોપાળદાસ દેસાઈની 136મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
શ્રી દરબારસાહેબ ગોપાળદાસ દેસાઈના તૈલચિત્રને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળમાં જે સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું છે તેઓના જીવનમાંથી પ્રેરણા લેવા માટે તેમના તૈલચિત્રો વિધાનસભા પોડિયમ ખાતે મુકવામાં આવ્યા છે. શ્રી દરબારસાહેબે સૌરાષ્ટ્રમાં આવેલા ઢસા-રાયસાંકળિયાનું તેમનું નાનું રાજ્ય ભારતના સ્વતંત્રતા યજ્ઞમાં સામે ચાલીને સોંપી દીધું હતું.

અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, તેઓ આણંદ, બોરસદ, વડોદરા વગેરે જેવા અનેક સ્વાતંત્ર્ય સંગ્રામમાં આગેવાની લીધી હતી. આ ઉપરાંત તેઓ સુરતના હરિપુરા ગામે ભરાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં સંપૂર્ણપણે સક્રિય હતા.
આઝાદી પૂર્વે ગુજરાતમાંની દેશી રિયાસતોમાં ચળવળમાં ગોપાળદાસે અગત્યનો ભાગ ભજવ્યો હતો. આઝાદી પછી ભારતીય સંઘમાં દેશી રિયાસતોના વિલીનીકરણમાં પણ તેમણે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો, જેના પરિણામે સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ હતી.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર, વિધાનસભા દંડક વિજય પટેલ, વિધાનસભાના સચિવ ડી. એમ. પટેલ તથા વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓએ ઉપસ્થિત રહીને શ્રી દરબારસાહેબ પુષ્પ અર્પણ કર્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
