Corona Vaccine : ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં 1 કરોડ કોરોના વેક્સિનના ડોઝ અપાયા!

રાજ્યના આંકડા પર વિગતે વાત કરીએ તો હાલ રાજ્યમાં 23 ઓગસ્ટ સુધીમાં ૪ કરોડ ૩૧ લાખ ૬૮ હજાર ૪૯૭ વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોના વેક્સિનેશને રફ્તાર પકડી છે. ગુજરાતમાં અત્યાર સુધાીમાં કુલ 4 કરોડ 31 લાખ લોકોને કોરોના રસીના ડોઝ અપાયા છે. ઓગસ્ટ મહિનામાં જ રાજ્યમાં કોરોના વેક્સિનના ૧ કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક માત્ર ૨૩ દિવસમાં જ પૂર્ણ કરાયો છે.

Corona Vaccine

રાજ્યના આંકડા પર વિગતે વાત કરીએ તો હાલ રાજ્યમાં 23 ઓગસ્ટ સુધીમાં ૪ કરોડ ૩૧ લાખ ૬૮ હજાર ૪૯૭ વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. ઓગસ્ટ મહિના દરમિયાન સમગ્ર રાજ્યમાં વેક્સિનના ૧ કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક રખાયો હતો તે 23 ઓગસ્ટ સુધીમાં પુર્ણ થઈ ગયો છે. લક્ષ્યાંક પ્રાપ્ત થથા મુખ્યમંત્રીએ રાજ્યના આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૩ કરોડ ૨૫ લાખ ૮૪ હજાર ૧૯૮ પ્રથમ ડોઝ અને ૧ કરોડ ૦૫ લાખ ૮૪ હજાર ૨૯૯ બીજો ડોઝ મળી સમગ્રતયા ૪,૩૧,૬૮,૪૯૭ ડોઝ વેકસિનના આપવામાં આવી છે. ૨૩ ઓગસ્ટે એક જ દિવસમાં રાજ્યમાં ૫ લાખ ૧ હજાર ૮૪૫ રસીના ડોઝ આપવાની સિદ્ધિ પણ ગુજરાતે મેળવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X