Women's Day Special 2025: નેત્રહીન બાળકો માટે પ્રકાશપૂંજ બનેલા પદ્મશ્રી મુકતાબેન ડગલી! જાણો પ્રેરણાદાયક સ્ટોરી
Women's Day Special 2025: ભારતએ ઋષિમુનીઓની ધરતી છે, સાધુઓની ધરતી છે, સેવાની ધરતી છે. ગુજરાતની ભૂમી પર અનેક એવી પુણ્ય આત્મા થઈ ગઈ જેને પોતાનું પૂરુ જીવન અન્યોની સેવામાં ખપાવી દીધુ હોય..
ગુજરાતની ભૂમીમાંથી જન્મેલા જેને દેશને આઝાદી અપાવી તેવા ગાંધીજીએ પણ પોતાનું જીવન અન્યોની સેવામાં સમર્પીત કરી દીધી હતુ. ગુજરાતની ધરતી વખતો વખત આવા સેવાભાવી લોકોને જન્મ આપતી હોય છે જે પોતાની પીડાને અવગણીને અન્યની પીડામાં સહભાગી થતા હોય છે.ખરેખર આવા પરોપરકારી જીવોને કારણે જ હજુ સુધી લોકોનો વિશ્વાસ ભગવાન પર ટકેલો છે..
નેત્રહીન મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અને તેમના પુન:વસન માટે જેને પોતાનું સર્વસ હોમી દીધુ અને સેવા પરમો ધર્મને પોતાનો સંકલ્પ બનાવી બહેનોના દુખમાં દુખભાગી અને સુખમાં સુખભાગી રહેવાની જેને નેમ લીધી છે તે છે....મુક્તાબેન ડગલી, 7 વર્ષની ઉંમરે મુક્તાબેનને આંખો ગુમાવી. આંખો ન હોવાથી પરિવારના લોકો ચિંતામાં મુકાઈ ગયા મુક્તાબેનને ભણવાનો ખૂબ શોખ....પરંતુ આંખો ન હોવાથી કેવી રીતે ભણવુ તે અંગે પ્રશ્નો સામે આવ્યા.
થોડો સમય બાદ તેમના ઘરે ભાણજીભાઈ નામના એક દિવ્યાંગ શિક્ષક આવ્યા આ શિક્ષક મુક્તાબેનના જીવનમાં ભણતરનો પ્રકાશ લઈને આવ્યા....ભાણજીભાઈએ મુક્તાબેનના પરિવારને સમજાવ્યો..અને મુક્તાબેનના પરિવારે તેમને ભણવા માટે ભાવનગર મોકલ્યા.....મુક્તાબેન ભાવનગરમાં ભણતા હતા ત્યારે તેમને તેમના જેવી દીકરીઓ માટે કંઈક કરવાનો વિચાર આવ્યો અને તેમને સંકલ્પ લીધો કે, હું નેત્રહીન દીકરીઓના અભ્યાસ માટે એક સંસ્થા ખોલીશ જ્યાં તેમનો સર્વાંગી વિકાસ થાય અને તેમનું પુન:વસન શક્ય બને.

મુક્તાબેન BA BED ભણ્યા અને પંકજભાઈ ડોગરી સાથે સંતાન નહીં કરવાના અને સેવાકિય પ્રવૃતિમાં જોડાવવાની શરતે લગ્ન કર્યા.. 1996માં મુક્તાબેને પંકજભાઈ સાથે મળીને તેમના ઘરમાં 4 નેત્રહીન દીકરીઓ માટે શાળા શરૂ કરી....અનેક સંઘર્ષો અને જોખમોની સાથે તેઓ કામ કરતા રહ્યા. સમાજમાંથી નાણાકીય સહાય ધીમે ધીમે મળતા તેઓ પોતાનું કામ આગળ ધપાવતા રહ્યા.
તેમની મહેનતને કારણે તેમના 5 સંકુલમાં 850થી વધુ નેત્રહીન વિદ્યાર્થી-વિદ્યાર્થિની અભ્યાસ કરી રહ્યાં છે. આ વિદ્યાર્થિની-વિદ્યાર્થીઓને તેઓ નિશુલ્ક, રહેવા, ખાવા, પીવા, તબીબી સેવા સહિતની સુવિધા આપે છે. ભણતરની સાથે સાથે વિદ્યાર્થિની-વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનિંગ, ગૃહઉદ્યોગ, કમ્પ્યૂટર સહિતની ટ્રેનિંગ આપવામાં આવે છે...જે વિદ્યાર્થીઓ ભણીને તૈયાર થયા હોય તેવા વિદ્યાર્થીઓ બેરોજગાર ન રહે તે માટે તેમને નોકરી પણ અપાવવામાં આવે છે. નોકરી કરતા વિદ્યાર્થિ માટે વર્કિંગ હોસ્ટેલ પણ શરૂ કરવામાં આવી.
2008થી નેત્રહીન મહિલાઓ માટે અલગ-અલગ કોમ્પિટિશનનું આયોજન પણ કરવામાં આવે છે...ફૂકિંગ કોમ્પિટિશન, ક્રિકેટ કોમ્પિટિશન સહિતની કોમ્પિટિશન રાખવામાં આવે છે. મુક્તાબેન નેત્રહીન દિકરા અને દીકરીઓ સારૂ જીવન જીવી શકે તે માટે સતત પ્રયત્ન શીલ રહેતા હોય છે. તેમની સાથે રૂબરૂમાં મુલાકાત તથા ટેલિફોનિક વાતચીત કરતા હોય છે..વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તેઓ તેમના સપંર્કમાં રહેતા હોય છે. અત્યાર સુધીમાં મક્તાબેને 245 દીકરીઓના લગ્ન કરાવ્યાં છે અને હાલ તમામ દીકરીઓ સફળ લગ્નજીવન જીવી રહી છે.

અભ્યાસ થકી બાળકોના જીવનમાં કેવી રીતે પ્રકાશ લાવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ મુક્તાબેને પુરુ પાડ્યુ છે. પોતાનું સંપૂર્ણ જીવન સેવામાં આપનાર મુક્તાબેનની સેવાને ધ્યાને રાખીને ભારત સરકારે તેમની સેવા બદલ તેમને પદ્મશ્રી પુરષ્કારથી સન્માનિત કર્યા. અનેકના જીવનમાં પ્રકાશ પાથરનારા મુક્તાબેન ખરા અર્થમાં એક પ્રકાશપુંજ છે.













Click it and Unblock the Notifications
