World Cup 2023 : મહિલાઓ ફ્રીમાં જોઇ શકશે વિશ્વ કપ 2023ની પહેલી મેચ, કેવી રીતે?
World Cup 2023 : ક્રિકેટ ભારતમાં ઘણી લોકપ્રિય રમત છે. ભારતમાં ક્રિકેટને એક ધર્મ માનવામાં આવે છે. ક્રિકેટ મેચ જોવા માટે લાખો ક્રિકેટ પ્રેમીઓ લાખો રૂપિયા ખર્ચવામાં પણ અચકાતા નથી. વન ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત આજ રોજ 5 ઓક્ટોબરના રોજ થઇ રહી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ બંને ટીમો ગત સિઝનની ફાઇનલમાં ટકરાયા હતા, જ્યારે ઇંગ્લેન્ડ જીત્યું હતું. વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ માટે મહિલાઓને ફ્રી એન્ટ્રી આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

મહિલાઓને મફત ટિકિટ મળશે - ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, અમદાવાદમાં લગભગ 30,000 થી 40,000 મહિલાઓને વર્લ્ડ કપની પ્રથમ મેચ નિ:શુલ્ક બતાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, ભાજપનું શહેરી વોર્ડ સ્તરનું નેટવર્ક મહિલાઓને સ્ટેડિયમમાં લાવવામાં વ્યસ્ત છે, અને સ્થાનિક નેતાઓ ટિકિટની વહેંચણી કરી રહ્યા છે. આ સિવાય જે મહિલાઓ મેચ જોવા આવશે તે ફ્રીમાં મળશે. તેમના માટે ચા અને જમવાની કુપનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
બોડકદેવ વિસ્તારના ભાજપના ઉપાધ્યક્ષ લલિત વાધવાને જણાવ્યું હતું કે, સ્ટેડિયમમાં અમદાવાદની લગભગ 30,000 થી 40,000 મહિલાઓ મેચ નિહાળશે. અમારા સ્વયંસેવકોને નામ મોકલવા માટે કહેવામાં આવ્યું છે અને આજે તેમને ટિકિટો આપવામાં આવી હતી. ટિકિટો ઉપરથી આવી છે. ઉલ્લેખનીય છે કે, 33 ટકા મહિલા અનામત બિલ પણ પાસ થઈ ગયું છે. આ મહિલાઓ પોતે સ્ટેડિયમ પહોંચશે અને તેમને ચા અને ખાવા માટે કૂપન પણ આપવામાં આવશે.
ભારતીય ટીમ ખિતાબની દાવેદાર છે - ભારતે 1983માં કપિલ દેવની કપ્તાનીમાં અને 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. આ વખતે વર્લ્ડ કપ ભારતની ધરતી પર યોજાઈ રહ્યો છે. આ કારણે ટીમ ઈન્ડિયા ટ્રોફી જીતવાની પ્રબળ દાવેદાર છે.
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે તાજેતરમાં એશિયા કપ ટ્રોફી જીતી હતી. ભારત પાસે સ્ટાર ખેલાડીઓની ફોજ છે, જે માત્ર થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના મેદાન પર શાનદાર મેચ રમાશે.












Click it and Unblock the Notifications
