સુફી સંત અને અન્યની કબર તોડવા બદલ અમદાવાદમાં જૂથ અથડામણ, 35 લોકોની ધરપકડ
Violence in Ahmedabad: અમદાવાદના બહારી વિસ્તારમાં સ્થિત પિરાણા દરગાહમાં સુફી સંત અને તેમના પરિવારના સભ્યોની કબર તોડવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ બે જૂથ અથડામણ થઇ હતી. જે બાદ ઘર્ષણ વધ્યું હતું. પોલીસે આ મામલે 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
એક અધિકારીએ જણાવ્યું કે, અથડામણ દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા.
પિરાણા દરગાહનું સંચાલન ઈમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જે હિન્દુ-મુસ્લિમ સૌહાર્દનું પ્રતીક છે. તેના ટ્રસ્ટીઓ બંને સમુદાયના સભ્યો છે.

પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, કેટલાક મતભેદોને કારણે મંગળવારની રાત્રે એક ટ્રસ્ટીએ પિરાણા દરગાહમાં સૂફી સંત ઈમામશાહ બાવા અને તેમના સંબંધીઓની કબરોમાં તોડફોડ કરી હતી.
આ પછી બંને સમુદાયના સભ્યોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. મામલો પ્રકાશમાં આવતાં મંગળવારની મોડી રાત્રે બંને સમુદાયના લોકો મોટી સંખ્યામાં દરગાહ સ્થળ પર એકઠા થયા હતા.
પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
