VGGS 2024: PM મોદી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખનો અમદાવાદમાં ભવ્ય રોડ શો
VGGS 2024: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા અમદાવાદ આવી પહોંચેલા યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો ભવ્ય રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં જોડાયેલા હજારો લોકોનું અભિવાદન બન્ને વૈશ્વિક નેતાઓએ ઝીલ્યું હતું.

રોડ શો દરમિયાન દેશનાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવી હતી. ગુજરાતી આતિથ્ય, ગરબાની રમઝટ, પરંપરાગત સંગીત અને નૃત્ય સહિતની પ્રસ્તુતિ કરાઈ હતી. મહાનુભાવોને આવકારવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા. બાળકો, યુવાનો અને વડીલો તિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા.












Click it and Unblock the Notifications
