Ahmedabad News: અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Ahmedabad News: અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વસ્ત્રાપુર, નરોડા સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો છે. નરોડામાં કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા છે. અખબારનગર, મેમનગર, એસજી હાઈવે, સીજી રોડ, વસ્ત્રાપુર, બોડકદેવ, પાલડી, જમાલપુર, ખાડિયા, લાલદરવાજા, ઇસ્કોન, બોપલ, ઘુમા, સોલા સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

અમદાવાદમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ શરૂ થઇ ચૂક્યો છે. આજે સવારથી અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં કૃષ્ણનગર, નરોડા, ઠક્કરનગરથી લઇને મણિનગર સુધી ઠેર ઠેર પાણી ભરાયા છે. શહેરના ઓઢવ અને વસ્ત્રાલ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
Gujarat News: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ અલગ અલગ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. ગુજરાતમાં 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
17મી તારીખે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, આણંદ, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
18મી તારીખે વરસાદની તીવ્રતા વધતી દેખાય છે. આ દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, પંચમહાલ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
19મી તારીખે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધવાની આગાહી છે. આ દિવસે અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીરસોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે ભારે વરસાદની આગાહી
ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે પાણીની આવકમાં વધારો થયો છે. અમદાવાદમાં વાસણા બેરેજના દરવાજા ખોલાયા છે. વાસણા બેરેજના 4 દરવાજા 1.5 ફૂટ ખોલાયા છે. બેરેજનો 1 દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. હાલ સાબરમીત નદીનું લેવલ 40 મીટરે પહોંચ્યુ છે. નદીમાં 5800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. બેરેજમાંથી કેનાલમાં 400 ક્યુસેક પાણી છોડાયુ છે.












Click it and Unblock the Notifications
