કાલે પેટ્રોલ પંપની હડતાલ, ગુજરાતના 5 હજાર પેટ્રોલ પંપ ધારકોનુ પડતર માંગોને લઈને 'નો પરચેઝ'નુ એલાન
Petrol Pump Strike: પેટ્રોલિયમ ડીલર એસોસિએશને હડતાળનુ એલાન કર્યુ છે. જેમાં ગુજરાતના 5 હજાર પેટ્રોલ પંપધારકો જોડાશે. ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશને કમિશન માટે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં માંગ ન સંતોષાતા હવે પડતર માંગોને લઈને આ હડતાળનુ એલાન કરવામાં આવ્યુ છે.
ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશન દ્વારા આવતી કાલે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ 'નો પરચેઝ'નુ એલાન કરવામાં આવ્યુ છે. એસોસિએશનના જણાવ્યા મુજબ છેલ્લા 6 વર્ષથી કમિશનમાં વધારો કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે.

એસોસિએશન મુજબ 17 મહિનાનુ સીએનજીનુ માર્જીન પણ આપવામાં આવ્યુ નથી. જેના પરિણામે તેમણે પેટ્રોલ અને ડીઝલની ખરીદી ન કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, ગ્રાહકોને મુશ્કેલી ન થાય તે માટે વેચાણ ચાલુ રાખવામાં આવશે.
અમદાવાદ સ્થિત એક પેટ્રોલિયમ ડીલરે જણાવ્યુ કે, વર્ષ 2017થી ડીલરોનુ માર્જિન વધારવામાં આવ્યુ નથી પરંતુ બીજા વિવિધ ખર્ચાઓ વધી રહ્યા છે. ડીલરોએ વધુ સ્ટાફ રાખ્યો છે. તેનો ખર્ચ વધી જાય છે પરંતુ કમિશન વધતુ નથી.
ફેડરેશન ઑફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના અધિકારીએ જણાવ્યુ કે ડીલર માર્જિન વધારવા માટે ઓઈલ કંપની તરફથી એક ઠરાવ થયેલ છે કે દર છ મહિને અમારુ ડીલર માર્જિન રિવીઝન કરવુ. પરંતુ તે છ વર્ષથી રિવાઈઝ થયુ નથી. અમે ઘણા પત્રો લખ્યા, રુબરુ મળ્યા પરંતુ હજુ સુધી કોઈ પૉઝિટીવ રિસ્પોન્સ નથી.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
