કિંજલ દવે હવે નહી ગાઈ શકે ચાર બંગડીવાળુ ગીત! જાણો ગુજરાત હાઈકોર્ટે આવો ચુકાદો કેમ આપ્યો?
High Court Stay On Kinjal Dave's Char Bangdiwali Song: ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા કિંજલ દવેને હાલમાં સિવિલ કોર્ટે 'ચાર બંગડીવાળી ગાડી' ગીત ગાવાની મંજૂરી આપી હતી પરંતુ હવે હાઈકોર્ટે કિંજલ દવેને ગીત ગાવા પર સ્ટે મૂકી દીધો છે.
'ચાર બંગડીવાળી ગાડી' ગીત ગાવા પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે લંબાવ્યો છે. નોંધનીય છે કે રીબન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ અમદાવાદની સિટી સિવિલ કોર્ટમાં કોપીરાઈટનો કેસ ફાઈલ કર્યો હતો, જો કે અરજદાર ગીતના કોપીરાઈટ હોવાનુ પુરવાર ન કરી શકતા કિંજલ દવે કેસ જીતી ગઈ હતી અને રાહત મળી હતી.

બાદમાં અરજદારે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે અરજદારની અરજી માન્ય રાખીને કિંજલ દવેને 'ચાર બંગડીવાળી ગાડી' ગીત ગાવા પર 6 માર્ચ સુધી સ્ટે લંબાવી દીધો છે. આ ચુકાદા બાદ ફરીવાર કિંજલ દવેની મુશ્કેલીઓ વધી ગઈ છે.
કિંજલ દવેએ ગાયેલુ 'ચાર બંગડીવાળી ગાડી' ગીત 20 ડિસેમ્બર, 20216ના રોજ RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું હતું. આ ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું. જાન્યુઆરી, 2017માં રેડ રીબન એન્ટરટેઇનમેન્ટ કંપનીએ એવો દાવો કર્યો હતો કે, ઑસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી અને તેમણે આ ગીતને 2016ની 29મી સપ્ટેમ્બરે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો. એટલે કે કાર્તિક પટેલનું ગીત કિંજલ દવેએ પોતાના શબ્દોમાં ગાયું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
