Ivory Trafficking : 13.9 કિલો વજનના હાથીદાંત સાથે 4 ઝડપાયા, કિંમત જાણી આવી જશે ચક્કર

Ivory Trafficking : અમદાવાદમાં પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 13.9 કિલો વજનના હાથીદાંત જપ્ત કર્યા છે, જેને તેઓ રૂપિયા 35 લાખમાં વેચવાની યોજના બનાવી રહ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ રવિવારના રોજ આ માહિતી આપી હતી.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક રીલીઝમાં જણાવાયું છે કે, ચારેય શખ્સોને એક ટીપ-ઓફના આધારે પકડવામાં આવ્યા હતા, જેની પુષ્ટિ પોલીસ દ્વારા મોકલવામાં આવેલા નકલી ગ્રાહક દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી એક દાંત વેચવા માટે સંમત થયો હતો.

Ivory Trafficking

આ રીલીઝમાં જણાવ્યા અનુસાર, આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, તે માર્યા ગયેલા ચંદનના દાણચોર વીરપ્પનના સંબંધીઓને ઓળખતો હતો. કારણ કે, તે 1999 થી 2006 વચ્ચે તમિલનાડુમાં રહ્યો હતો. આ સાથે આરોપીઓ પાસેથી વધુ હાથીદાંત મળવાની ધારણા છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, લગભગ એક મહિના પહેલા બે વોન્ટેડ આરોપીઓ આ હાથીદાંત ગીર સોમનાથથી અમદાવાદ લાવ્યા હતા, જ્યારે પકડાયેલા ચારેય તેને વેચવાના પ્રયાસમાં સંડોવાયેલા હતા.

ચારેય સામે વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દાંતને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલી આપવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X