અમદાવાદમાં ભારે વરસાદ, નરોડા વિસ્તારમાં ચાર કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો
હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીની અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આજે સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે.
આજે સવારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

અમદાવાદ શહેરના વરસાદના આંકડા પર નજર કરીએ તો, અમદાવાદમાં સવારે 6 થી લઈને 10 સુધીમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. ઘણા વિસ્તારોમાં વધારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. નરોડામાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. કોતરપુર અને મેમકોમાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.
આ સિવાય ચાંદખેડા વિસ્તારમાં સવારથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. સાયન્સ સીટી અને ગોતા માં એક -એક ઇંચ વરસાદ જોવા મળ્યો છે. આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળ્યો છે.
જણાવી દઈએ કે, હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજથી આવનારા 5 દિવસ રાજ્યમાં સારો વરસાદ જોવા મળશે.












Click it and Unblock the Notifications
