ગુજરાત યુનિવર્સિટી બબાલ વિદેશ મંત્રાલય સુધી પહોંચી, 2 આરોપીઓની અટકાયત
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીની ઘટનાના પડઘા વિદેશ મંત્રાલય સુધી પહોંચ્યા છે. આ કેસમાં બે લોકોની અટકાયત કરાઈ છે.
ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં શનિવારે રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. બંને યુવકો અમદાવાદના રહેવાસી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે.
વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના કેસમાં ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ વિદેશ મંત્રાલયે પણ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના મામલાની નોંધ લીધી છે. રવિવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ગઈ કાલે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હિંસાની ઘટના બની હતી. રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે શનિવારે થયેલી અથડામણમાં બે વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, જેમાંથી એક વિદ્યાર્થીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ ઘટના અંગે વિદેશ મંત્રાલય ગુજરાત સરકારના સંપર્કમાં છે.
અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકના જણાવ્યા અનુસાર, સમગ્ર વિવાદ કેમ્પસમાં નમાઝ અદા કરવાને લઈને શરૂ થયો હતો. કેટલાક લોકોએ વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા નમાઝ અદા કરવાનો વિરોધ કર્યો અને ત્યારબાદ બંને જૂથો વચ્ચે ઘર્ષણ થયું. ઘાયલ થયેલા બે વિદ્યાર્થીઓમાંથી એક તાજિકિસ્તાનનો અને બીજો શ્રીલંકાના છે.
રિપોર્ટ અનુસાર, પોલીસે અમદાવાદના સોલાના રહેવાસી હિતેશ મેવાડા અને વસ્ત્રાલના ભરત પટેલની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે બંને યુવકોને આગળની કાર્યવાહી માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસને સોંપ્યા છે.
આ કેસમાં કાર્યવાહી અંગે ઝોન 7ના ડીસીપી તરૂણ દુગ્ગલે કહ્યું કે, આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી દુગ્ગલે જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીમાં ગઈકાલે રાત્રે 10.30 વાગ્યે બનેલી ઘટનામાં 20-25 લોકોના જૂથ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આરોપીઓને પકડવા માટે નવ ટીમો બનાવવામાં આવી છે. તેમાંથી બે હિતેશ મેવાડા અને ભરત પટેલની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.












Click it and Unblock the Notifications
