Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમદાવાદમાં ગૌતમ અદાણીએ સહપરિવાર કર્યું મતદાન, દેશના વિકાસ અંગે કહીં આ વાત

Lok sabha Election 2024: આજે લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ​અમદાવાદ, ગુજરાતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ ગૌતમ અદાણીએ દેશના નાગરિકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

ગૌતમ અદાણીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આજે લોકશાહીનો તહેવાર છે, અને હું લોકોને અપીલ કરું છું કે, બહાર આવો અને મતદાન કરો. ભારત આગળ વધી રહ્યું છે અને આગળ વધતું રહેશે.

દરમિયાન આજે સવારે PM નરેન્દ્ર મોદીએ મંગળવારે અમદાવાદની નિશાન હાયર સેકન્ડરી સ્કૂલમાં મતદાન કર્યું હતું. PM મોદીએ જ્યાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો તે બૂથ ગાંધીનગર સીટ હેઠળ આવે છે.

Gautam Adani voted

અમિત શાહ અહીંથી ભાજપના ઉમેદવાર છે. વડાપ્રધાન મોદી જ્યારે વોટ આપવા આવ્યા, ત્યારે તેમની સાથે અમિત શાહ પણ હાજર હતા.

અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા માટે સેંકડો લોકો સ્કૂલની બહાર એકઠા થયા હતા. બાળકોથી લઈને વડીલો સુધી તમામ ઉંમરના લોકો વડાપ્રધાન મોદીને શુભેચ્છા પાઠવી રહ્યા હતા.

ગુજરાતની 25 લોકસભા સીટો પર આજે મતદાન - લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ઉત્તર પ્રદેશમાંથી 10, ગુજરાતમાંથી 25, કર્ણાટકમાંથી 14, મહારાષ્ટ્રમાંથી 11, મધ્યપ્રદેશમાંથી નવ, આસામમાંથી ચાર, બિહારમાંથી પાંચ, છત્તીસગઢમાંથી સાત, પશ્ચિમ બંગાળમાંથી ચાર, દમણ દીવમાંથી અને દાદરા અને નગર હવેલીની બે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X