અમદાવાદની હોસ્પિટલના પલંગ નીચે માતાની અને કબાટમાંથી મળી દીકરીની લાશ
અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભુલાભાઈ પાર્ક પાસે આવેલી હોસ્પિટલ અંદરથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. જે બાદ હોસ્પિટલ સ્ટાફ દ્વારા હોસ્પિટલના ઓપરેશન થિયેટરની અંદરના એક કબાટને ખોલવામાં આવ્યો હતો.
અમદાવાદ : રાજ્યના મહાનગર અમદાવાદમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અમદાવાદની એક હોસ્પિટલમાં માતા અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ઓપરેશન થિયેટરના કપડામાંથી પુત્રીની લાશ મળી હતી. જે બાદ આસપાસ તપાસ કરતા પલંગની નીચેથી માતાની લાશ મળી આવી હતી.

હોસ્પિટલ અંદરથી આવી રહી હતી તીવ્ર દુર્ગંધ
મળતી માહિતી મુજબ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભુલાભાઈ પાર્ક પાસે આવેલી હોસ્પિટલ અંદરથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. જે બાદ હોસ્પિટલ સ્ટાફ દ્વારા હોસ્પિટલના ઓપરેશન થિયેટરની અંદરના એક કબાટને ખોલવામાં આવ્યો હતો. આ કબાટ ખોલતા જ બધાના હોશ ઉડી ગયા હતા. કારણ કે, અંદરનું દ્રશ્ય અતિ ભયાનક હતું. 30 વર્ષની મહિલાની લાશ આ કબાટમાં રાખવામાં આવી હતી.
પલંગ નીચેથી મળી માતાની લાશ
જે બાદ આજુબાજુમાં વધુ તપાસ કરવામાં આવતા, પલંગની નીચે અન્ય એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલાની ઓળખ કબાટમાંથી મળી આવેલી મહિલાની માતા તરીકે થઇ હતી. આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી ગયો હતો. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
