Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વડાપ્રધાન મોદીની ડિગ્રી મામલે કેજરીવાલ અને સંજય સિંહની મુશ્કેલી વધી, 13 જુલાઇ હાજર રહેવા કોર્ટનું સમન્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે માનહાનિ કેસના આરોપી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ સંજય સિંહને અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર રહેવા માટે કોર્ટે સમન્સ પાઠવ્યું છે.

અમદાવાદ મેટ્રો કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને સાંસદ સંજય સિંહને 7 જૂનના રોજ કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે બંને નેતાઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 500 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

Arvind Kejriwal

બુધવારના રોજ એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ જયેશ ચોવટિયાની કોર્ટમાં બંને પક્ષના વકીલોએ હાજર રહી પોતાનો પક્ષ રાખ્યો હતો. જ્યારે AAP નેતાઓના વકીલે હાજરીમાંથી મુક્તિ માટે અરજી દાખલ કરી હતી, ત્યારે યુનિવર્સિટીના વકીલ અમિત નાયરે માંગ કરી હતી કે, બંને આરોપીઓ સામેનો કેસ ઝડપી કરવામાં આવે.

કેજરીવાલ અને સંજય સિંહે વડાપ્રધાનની ડિગ્રીને નકલી કહીને તેમની વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કર્યા હતા. AAP નેતાના વકીલને સાંભળ્યા પછી, બંનેને 13 જુલાઈએ હાજર થવા માટે સમન્સ જાહેર કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ કોર્ટે આ બંને નેતાઓ સામે બે વખત સમન્સ જાહેર કર્યા છે, પરંતુ તેઓ હાજર થયા નથી.

કેજરીવાલે જણાવ્યું હતું કે, જો વડાપ્રધાન મોદીની ડિગ્રી અસલી છે, તો તેને કેમ બતાવવામાં નથી આવી રહી? તેઓએ જણાવ્યું હતું કે, તેઓ ડિગ્રી આપતા નથી. કારણ કે, તે નકલી હોઈ શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જો PM પાસે ડિગ્રી છે અને તેમણે દિલ્હી અને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે, તો ગુજરાત યુનિવર્સિટીએ ઉજવણી કરવી જોઈએ કે, તેમનો વિદ્યાર્થી દેશના વડાપ્રધાન બન્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X