અમદાવાદ હવામાન અપડેટ: છેલ્લા 24 કલાકમાં 9 થી 5 ઇંચ વરસાદ, જાણો કયા વિસ્તારમાં કેટલો?
Ahmedabad weather update, હવામાન સમાચાર: શનિવારની રાતથી સમગ્ર રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યા છે. જેમાં ઘણા જિલ્લામાં અતિભારે વરસાદ નોંધાયો છે. જે કારણે ઘણા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ વિસ્તારોમાં 9 થી 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં નરોડામાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત મણીનગરમાં પણ 13 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉસ્માનપુરામાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદના કારણે વાસણા બેરેજ 128-5 ફૂટ લેવલ પર છે. જે કારણે તેના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં આવેલા 9 અંડરપાસ સોમવારના રોજ બંધ કરવામાં આવ્યા હતા. જેમાંથી અંડરપાસ ખોલી નાંખવામાં આવ્યા છે. જ્યારે બે અંડરપાસ હજુ પણ બંધ રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં આજે પણ અમુક વિસ્તારમાં ધીમી ધારે તો અમુક વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.
આ સાથે અમદાવાદ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જે કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બિનજરૂરી બહાર નહીં નીકળવા સલાહ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
